નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી; આરોપીની ધરપકડ થઇ…

નાગપુરઃ નાગપુરમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં આ ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ ફોન આવ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તત્પરતા દાખવતા થોડા જ સમયમાં આરોપીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 8:46 વાગ્યે પોલીસ કંટ્રોલ નંબર 112 પર ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીભર્યો ફોન આવ્યા બાદ પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરી હતી. પ્રતાપ નગર પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમે ગડકરીના ઘરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
થોડા કલાકો પછી, પોલીસે ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી. ધરપકડ કરાયેલા આરોપીનું નામ ઉમેશ વિષ્ણુ રાઉત છે. ઉમેશ વિષ્ણુ રાઉત મેડિકલ ચોક ખાતે આવેલી દેશી દારૂની દુકાનમાં કામ કરે છે. પોલીસે તેની નાગપુરના બીમા દાવખાના નજીક ધરપકડ કરી હતી.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી નાગપુરમાં હાજર છે. પોલીસ ટીમ હવે ધમકી પાછળનો હેતુ જાણવા માટે ધરપકડ કરાયેલા આરોપીની પૂછપરછ કરશે. શું આ ઘટના પાછળ કોઈ અન્ય કારણ પણ છે?
આ પણ વાંચો…‘સરકાર સામે કોર્ટમાં અરજીઓ દાખલ કરે એવા લોકોની જરૂર છે’ નીતિન ગડકરી આવું કેમ કહ્યું?