અખબારોનું સામર્થ્ય દેશના નાગરિકોમાં જાગરુકતા કેળવવાનું- વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈના પ્રવાસ દરમિયાન બાંદ્રા -કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા INS બિલ્ડીંગમા અખબારના માલિકો-તંત્રીઓ અને મહારાષ્ટ્ર ના અગ્રણી અખબાર નવીસોને સંબોધતા કહ્યું હતું કે ,અખબાર -સમાચાર માધ્યમોમાં દેશની માનસિકતા બદલવાનું સામર્થ્ય છે. દેશની સ્થિતિ બદલવા અને દેશની દિશા બદ્લવામાં અખબારોનું યોગદાન બહુ મુલ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઇએનએસને અભિનદન આપ્યા હતા સાથોસાથ દેશની પ્રગતિમાં મીડિયાની ભૂમિકાના વખાણ પણ કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, મીડિયા માત્ર દેશની સ્થિતિનું મૂકદર્શક નથી,દેશની સ્થિતિમાં બદલાવ લાવવા અને તેની દિશા નક્કી કરવાનું ભગીરથ કાર્ય મીડિયા કરી રહ્યું છે. ભારત દેશ માટે આવતા 25 વર્ષની યાત્રા અતિ મહત્વપૂર્ણ છે.જેમાં અખબાર-સાપ્તાહિકની ભૂમિકા મહત્વ પૂર્ણ રહેશે ,વડાપ્રધાને કહ્યું કે ,મીડિયા દેશના નાગરિકોને પોતાના અધિકાર યાદ અપાવે છે. નાગરિકોને એ પણ યાદ અપાવે છે કે તેમનું સામર્થ્ય શું છે ? જે દેશના નાગરિકોનું સામર્થ્ય ઊંચું હશે તે દેશનો વિકાસ કોઈ અટકાવી શકે નહીં.
વડાપ્રધાન મોદીએ ગણમાન્ય અતિથિઓને સંબોધતા એક ઉદાહરણ આપ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, એક સમય હતો કે નેતાઓ કહેતા કે ડીજીટલ ટ્રાન્ઝેક્શન ભારત નહીં કરી શકે. પણ ભારત દેશની જનતાની સૂઝ-બૂઝથી UPIનો ઉપયોગ વધ્યો અને મોટા- મોટા રેકર્ડ્સ તૂટ્યા છે.
આ પણ વાંચો: વર્લ્ડ ચૅમ્પિયનો સાથે પીએમ નરેન્દ્ર મોદીની ‘કપ પે ચર્ચા’
UPIથી ‘ઇસ ઓફ લિવિંગ’ વધુ સરળ બન્યું. એક જગ્યાએથિ નાણાને બીજી જગ્યાએ મોકલવામાં ચપટી વગાડવા જેટલો જ સમય લાગે છે. ગલ્ફના દેશોમાં તો સૌથી મોટી સરળતા થઈ ગઈ. આ કાર્યથી પ્રભાવિત દુનિયાના મોટા મોટા દેશ આપણાં ‘અમલીકરણ’ના મોડલ ને સમજવા માંગે છે. તેમાં મીડિયાની સહભાગિતા મહત્વપૂર્ણ છે. મીડિયાનું કામ ગંભીર વિષયોની ચર્ચા કરવી છે. મોટા ભાગે સરકારો હમેશા દરેક કામ પાછળ વોટના સમીકરણ રચાયેલા હોય છે. પણ અમે આ વિચારને બદલ્યો છે.
વડાપ્રધાને ઉમેર્યું કે, જ્યારે બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું,ત્યારથી 2014 સુધી સમગ્ર દેશમાં 40થી 50 કરોડ નાગરિકો એવા હતા જેમના પોતાના બેન્ક એકાઉન્ટ જ નહોતા. અડધો દેશ બેંકિંગ સિસ્ટમથી બહાર હતો. પરંતુ આપણાં દેશમાં ક્યારેય ચર્ચા માટે આ મુદ્દો બન્યો જ નહીં. આપણી જનધન યોજના એક મહત્વપૂર્ણ બની રહી,ભ્રસ્ત્રાચાર વિરોધી એક મુહિમ બની. લાખો લોકો લાભાન્વિત થયા.એક આખું નેકસસ ભેદવામાં સફળ રહ્યા. હવે સ્ટાર્ટ અપ જુઓ. સ્ટાર્ટ અપ ઈન્ડિયાએ દેશની વિચારધારા બદલી, અને બદલતા ભારતમાં મીડિયાએ સ્ટાર્ટ અપ ને વેગ આપ્યો. મીડિયાએ જ સ્ટાર્ટ અપને ઘેર ઘેર પહોચાડ્યું છે. લોકોની રુચિ વધી અને આ માટેનો ઝુકાવ પણ વધ્યો.
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી પાકિસ્તાન જશે? જાણો કોણે આપ્યું છે આમંત્રણ
વડાપ્રધાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મીડિયા કર્મીઓ સામે એક આગ્રહ ભર્યો પ્રસ્તાવ મૂકતાં કહ્યું કે, ‘એક પેડ માં કે નામ’ આ એક એવો વિષય છે કે તેમાં સામાજિક સમરસતા સાથે સંવેદનાઓ પણ જોડાયેલી છે. દેશના વધુમાં વધુ મીડિયા હાઉસ આ મુહિમ માં જોડાશે તો પર્યાવરણને મોટો લાભ થશે.
કોઈ કાર્યક્રમ સરકાર શરૂ કરે તો તે સરકારી કાર્યક્રમ છે તેમ ના કહી શકાય. દાખલા તરીકે પર્યાવરણ. આ વિષય એક માનવતાનો વિષય છે. ‘ આ વર્ષે જ આપણે સંવિધાનના 75 વર્ષ ઉજવીએ છીએ. આનાથી દેશના નાગરિકોમાં કર્તવ્ય બોધ વધશે.અને જાગરુકતા પણ વધશે.
વડાપ્રધાન મોદીએ પ્રવાસન ક્ષેત્રમાં અપાર સભાવનાઓ દર્શાવી ઉમેર્યું કે, ટુરિઝમ,સરકારની નીતિથી નથી આગળ વધતું. તમારે તમારી રીતે બ્રાન્ડિંગ-માર્કેટિંગ કરવું જ જોઈએ. દાખલા તરીકે મહારાષ્ટ્રના અખબારો એક કેમ્પેન શરૂ કરે કે બંગાળમાં ટુરિઝમ વધવું જોઈએ. તો બંગાળના ટુરિઝમ પર ખૂબ લખો. એક સાથે બધા અખબારોમાં બંગાળ-બંગાળ થાય તો મહારાષ્ટ્રમાં વસતા નાગરિકો ને બંગાળમાં રસ પડશે અને જશે. તો બંગાળનું ટુરિઝમ ઊંચકાશે.
ત્રણ મહિના પછી તામિલનાડું પર ફોકસ કરો, તો મહારાષ્ટ્રના નાગરિકો તમિલનાડુના પ્રવાસન તરફ વળશે તો ત્યાના ટુરિઝમને વેગ મળશે. એવી રીતે બીજું રાજ્ય મહારાષ્ટ્ર પર ફોકસ કરશે તો મહારાષ્ટ્રનું ટુરિઝમ વિકસશે. અને અન્ય રાજ્યના પ્રવાસીઓ મહારાષ્ટ્ર આવશે.
આ પણ વાંચો: શિવસેના અને એનસીપીના સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા
આ જ વાત ને આગળ ધપાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગ્લોબલ પ્રેઝ્ન્સ વધારવી પડશે.જ્યાં સુધી મીડિયાને લાગે વળગે છે ત્યાં સુધી બહુ ઝડપથી ભારત એ વિશ્વની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનશે. તમે જાણો જ છો કે વિદેશોમાં રાષ્ટ્રની છબીનો પ્રભાવ આર્થિક સ્થિતિ અને નીતિ પર પણ પડે છે.ભારત એ રીતે વૈશ્વિક પ્રગતિમાં યોગદાન આપી રહ્યું છે.
સમાચાર માધ્યમના પ્રહરીઓને આગ્રહ કરતાં વડાપ્રધાને કહ્યું કે, જેટલી પણ સંકયુક્ત રાષ્ટ્રની ભાષાઓ છે તેમાં તમારું યોગદાન આપવાનું શરૂ કરો. મને પણ ખબર છે કે અખબારોમાં બહુ જગ્યા નથી હોતી.પણ સોશિયલ મીડિયાને આ માટે ધારદાર હથિયાર બનાવો.
સોશિયાલ મીડિયા પર સમય કે જગ્યાની મર્યાદાઓને અવકાશ નથી એટલે સંયુક્ત રાષ્ટ્રની જેટલી ભાષા છે તેનો ઉપયોગ કરવા મારુ સૂચન છે. મને વિશ્વાસ છે કે મારા આ વિચારને તમે અમલી બનાવશો. હવે તો AI પણ આવી આવી ગયું છે. આ ક્ષેત્રે જેટલું સશક્ત રીતે કામ કરશો તેટલો દેશ આગળ વધશે
INS બિલ્ડિંગમાં યોજાયેલા આ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, મુંબઈ સમાચારના માલિક અને પદ્મ પુરસ્કાર વિભૂષિત હોરમસજી કામા, સહિતના ગણમાન્ય ઉપસ્થિત રહ્યા હતા