મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર કૅબિનેટમાંથી છગન ભુજબળને બાકાત રાખવાનો મુદ્દો એનસીપીનો આંતરિક મુદ્દો: ભરત ગોગાવલે

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા ભરત ગોગાવલેએ રવિવારે જણાવ્યું હતું કે છગન ભુજબળને કેબિનેટમાંથી બાકાત રાખવાનો મુદ્દો એનસીપીનો આંતરિક મુદ્દો છે, મહાયુતિનો નહીં.

તેમણે કહ્યું હતું કે, શિવસેના અને ભાજપની જેમ જ પ્રધાનોની પસંદગી કરવાનો અધિકાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો પણ છે.
અન્ય લોકો આ મુદ્દા પર ટિપ્પણી કરી શકતા નથી. કૅબિનેટમાંથી ભુજબળને બાકાત રાખવાનો મુદ્દો એનસીપીનો છે, મહાયુતિ ગઠબંધનનો નથી, એમ તેમણે પત્રકારોને જણાવ્યું હતું.

આપણ વાંચો: છગન ભુજબળની નારાજગી પર આવી અજિત પવારની ટિપ્પણી, જાણો શું કહ્યું

ભુજબળે એનસીપીના પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પર ભાજપના નેતૃત્વ હેઠળની સરકારના કૅબિનેટ વિસ્તરણમાં તેમને સામેલ ન કરવા બદલ આરોપ લગાવ્યો હતો, જેમાં એનસીપી અને શિવસેના ઘટક પક્ષો છે.

એનસીપીના નેતાએ દાવો કર્યો હતો કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય પ્રધાનમંડળમાં તેમના સમાવેશની તરફેણ કરી હતી.

15 ડિસેમ્બરે કુલ 39 વિધાનસભ્યોએ પ્રધાન તરીકે શપથ લીધા હતા, જેમાં 33 કેબિનેટ અને બાકીના રાજ્યકક્ષાના હતા. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button