મરાઠા આંદોલનના કાર્યકરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: રાજ્યમાં મરાઠા આરક્ષણ આંદોલનના મુખ્ય કાર્યકર મનોજ જરાંગે પાટીલની જાહેર સભા સંબોધતી વખતે તબિયત લથડવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જરાંગે પાટીલે અગાઉ મહારાષ્ટ્રના નવાબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નિશાનો બનાવીને કહ્યું હતું કે ફડણવીસ સાથે જોડાયેલા અનેક લોકો મરાઠા આંદોલન વિરોધ ટીકા કરી રહ્યા છે. પાટીલે આ મામલે ફડણવીસને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
પાટીલે કહ્યું હતું કે આ મારી છેલ્લી વિનંતી છે. રાજ્યના નેતાઓને ખાતરી કરવી જોઈએ કે મરાઠા આરક્ષણને લઈને લોકો સામે કોઈ પણ પ્રકારની નારાજગી ઊભી થાય. દેવેન્દ્ર ફડણવીસના નજીકના અમુક લોકો મરાઠા સમુદાય સામે ઝેર ઓકી રહ્યા છે.
મરાઠા આરક્ષણનો મુદ્દે ઉકેલ લાવવા માટે જરાંગે પાટીલે શિંદે સરકારને ૨૪ ડિસેમ્બર સુધીની મુદત આપી છે. આ મુદત વટાવતા રાજ્યમાં તીવ્ર આંદોલન કરવામાં આવશે એવો ઈશારો પણ આપ્યો હતો. અમને સીએમ શિંદે પર પૂરો વિશ્વાસ છે કે તેઓ અમને આરક્ષણ અપાવશે. ફડણવીસ માત્ર મીઠું બોલે છે, પણ આરક્ષણ આપવાનું કામ નથી કરી રહ્યા. જો ૨૪ ડિસેમ્બર સુધી આ મામલે કોઈ ઉપાય નહીં કરવામાં આવે તો અમે સરકાર સામે લડીશું, એમ પાટીલે જણાવ્યું હતું.