93 વર્ષ પહેલાં આવેલી ફિલ્મમાં 7-8 નહીં પણ હતા 71 ગીત, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે…

વાત બોલીવૂડ ફિલ્મોની હોય તો આ ફિલ્મો સોન્ગ અને ડાન્સ વિના સાવ ડ્રાય લાગે છે. આ બંને વસ્તુ વિના કોઈ પણ ફિલ્મ અધુરી ગણાય છે પછી એ લવ સ્ટોરી હોય કે મર્ડર મિસ્ટ્રી હોય કે થ્રિલર ફિલ્મ પણ કેમ ના હોય… ફિલ્મોમાં ગીત હોવા જરૂરી છે અને કેટલીક ફિલ્મો તો વધારે ગીતને કારણે તેને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. પરંતુ જો તમને કોઈ કહે કે એક ફિલ્મમાં વધુમાં વધુ કેટલા ગીત હોઈ શકે તો તમે કહેશો કે 7-8 કે વધુમાં વધુ 10 ગીત, બરાબર ને? કોઈ ફિલ્મમાં 71 ગીત હોય એવી કલ્પના કરી શકાય ખરી અને એ પણ આજથી 93 વર્ષ પહેલાં આવેલી ફિલ્મમાં? અશક્ય લાગતી આ વાત હકીકત છે. ચાલો તમને જણાવીએ કઈ છે આ ફિલ્મ અને કેમ તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સલમાન ખાનની સિકંદરની રિલિઝને માત્ર આઠ દિવસ બાકી, પણ કેમ નથી થતું પ્રમોશન…
અમે અહીં વાત કરીએ રહ્યા છીએ 1932માં આવેલી ફિલ્મ ઈંદ્રસભાની. આ ફિલ્મ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મ્યુઝિક એરાની શરૂઆત કરી હતી અને એમાં 71 ગીત હતા. કેટલાક રેકોર્ડ્સ અનુસાર આ ફિલ્મમાં 69 ટ્રેક હતા, જ્યારે કેટલાક લોકોનું એવું માનવું છે કે એક જ ગીતના અનેક વર્ઝન હોવાને કારણે આ ગીતમાં 71 ગીત હતી. 1980માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી વધુ ગીત માટે આ ફિલ્મનું નામ નોંધવામાં આવ્યું હતું.
વાત કરીએ ફિલ્મ ઈંદ્રસભાની તો આ ફિલ્મ પહેલી ભારતીય બોલકી ફિલ્મોમાંથી એક હતું. જે ફિલ્મ આલમ આરાના એક વર્ષ બાદ રિલીઝ થઈ હતી. 19મી સદીના ઉર્દૂ નાટક ઈંદ્રસભા પર આધારિત હતી જેને આગા હસન અમાનતે લખી હતી. ઈંદ્રસભાના રનટાઈમની વાત કરીએ તો આ ફિલ્મનો રનટાઈમ 2111 મિનિટનો હતો.
આ પણ વાંચો: સિનેમાઘરોમાં નથી ચાલી રહી જોન અબ્રાહમની દેશભક્તિ! ધ ડિપ્લોમેટને સાઉથની આ ફિલ્મે પછાડી…
જેમ્સ આર બ્રૈંડને ધ કેમ્બ્રિજ ગાઈડ ટુ એશિયન થિયેટરમાં જણાવ્યું હતુ કે નાટકમાં 31 ગઝલ, ગયા અને બનારસ ઘરાનાની 9 ઠુમરી, ચાર હોલિયા, 15 હીત અને બે ચૌપાઈ અને પાંચ છંદ સામેલ હતા. આ સિવાય લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે શેર કર્યું હતું ફિલ્મમાં દરેક મેન કેરેક્ટર માટે એક ગીત હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈંદ્રસભા ફિલ્મનો સૌથી વધુ ગીત ધરાવવાનો રેકોર્ડ હજી સુધી કોઈ ફિલ્મ તોડી શકી નથી. સુરજ બડજાત્યાની ફિલ્મ હમ આપકે હૈ કૌનમાં 17 ગીત છે અને અત્યાર સુધી 14 ગીતથી વધુ ગીત કોઈ હિંદી ફિલ્મોમાં જોવા મળ્યા નથી.