ધ બર્નિંગ ટ્રેનઃ નાશિકમાં ગોદાન એક્સપ્રેસમાં આગ, પણ
નાશિક રોડ: નાશિક રેલવે સ્ટેશનેથી ભુસાવળની દિશામાં જઈ રહેલી ગોદાન એક્સપ્રેસની પાર્સલ બોગીમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. જોકે, રેલવે ગાર્ડના ધ્યાનમાં આ વાત સમયસર આવતા ટ્રેન થોભાવી આગ બુઝાવી દેવામાં આવી હતી, પરિણામે મોટો અનર્થ ટળી ગયો હતો. મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)થી ઉપડેલી ગોદાન એક્સપ્રેસ શુક્રવારે બપોરે નાશિક રોડથી રવાના થયા પછી અચાનક ભીષણ આગનો શિકાર બની હતી.
નાશિક સ્ટેશનેથી રવાના થયા બાદ ગોરેવાડી નજીક ટ્રેનના પાર્સલના ડબ્બામાંથી ધુમાડો નીકળ્યો હોવાનું ધ્યાનમાં આવતા બાજુના ડબ્બાના પ્રવાસીઓએ બૂમાબૂમ કરી હતી. ગાર્ડને ખબર પડતા તત્કાળ ટ્રેનને થોભાવવામાં આવી હતી.
આપણ વાંચો: મુંબઈ-નાશિક હાઈવે પર પોણો કલાક ટ્રાફિક ઠપ્પ થયો
અગ્નિશમન દળના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પણ ડબ્બા પર પાણીનો મારો ચલાવવો શક્ય ન હોવાથી એને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રેન આગળ વધી હતી.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગરમીનો પારો વધતો જાય છે, જ્યારે વિવિધ જગ્યાએ આગ સંબંધિત કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે, જે ચિંતાની બાબત છે. ચાલતી ટ્રેનમાં અચાનક આગ લાગવાની બાબત ગંભીર છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.