મહારાષ્ટ્ર
દસમા ધોરણના વિદ્યાર્થીએ શેલ્ટર હોમમાં આત્મહત્યા કરી

થાણે: થાણેમાં દસમા ધોરણમાં ભણનારા 17 વર્ષના વિદ્યાર્થીએ શેલ્ટર હોમમાં ઝેર ગટગટાવીને જીવનનો અંત આણ્યો હતો. થાણેના વર્તકનગર વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમનો તે કેદી હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
વર્તકનગર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર 18 ઑગસ્ટે સાંજે ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.
આપણ વાંચો: એઈમ્સની હોસ્ટેલમાં યુવકની આત્મહત્યા
સગીર શેલ્ટર હોમ બિલ્ડિંગની અગાશી પર ગયો હતો, જ્યાં તેણે ઉંદર મારવાની દવા પીધી હતી. સગીરને સારવાર માટે પાલિકાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બુધવારે સવારે તેનું મૃત્યુ થયું હતું.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ વર્તકનગર પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. સગીરે કરેલી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)