શિકલગર ગૅન્ગના ચાર સભ્ય પકડાયા: ચોરીના 40 ગુના ઉકેલાયા

થાણે: થાણે જિલ્લામાં પોલીસે કુખ્યાત શિકલગર ગૅન્ગના ચાર સભ્યને પકડી પાડીને ચોરીના 40 જેટલા ગુના ઉકેલી કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો. આરોપીઓ પાસેથી 39 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) અમરસિંહ જાધવે કહ્યું હતું કે કલ્યાણમાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ વિજયસિંહ અંધાસિંહ જુન્ની ઉર્ફે શિકલગર (24), સોનુસિંહ જિતેન્દ્રસિંહ જુન્ની (27), સન્ની કરતારસિંહ સરદાર (27) અને અતુલ સુરેશ ખંડાળે (24) તરીકે થઇ હતી.
આ પણ વાંચો: પિતરાઇની પત્ની સાથે અનૈતિક સંબંધને લઇ નાના ભાઇએ કરી મોટા ભાઇની હત્યા
આરોપીઓ વિરુદ્ધ ડોંબિવલી, મુંબ્રા, કલવા, માનપાડા, વિઠ્ઠલવાડી (થાણે) અને ખાંદેશ્ર્વર (નવી મુંબઈ) સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં ચોરીના 40 ગુના દાખલ છે.
પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના ઉપરાંત ગુના આચરવા ઉપયોગમાં લેવાતી કાર પણ જપ્ત કરી હતી. (પીટીઆઇ)