Thane Man Gives Triple Talaq Over Wife’s Solo Walk
મહારાષ્ટ્ર

પત્ની એકલી ફરવા ગઇ તો પતિએ આપી દીધા ટ્રિપલ તલાક..!

થાણેઃ થાણે જિલ્લામાંથી એક અજીબોગરીબ કેસ જાણવા મળ્યો છે. અહીં એક મુસ્લિમ પતિએ નજીવી બાબતે પત્નીને ટ્રિપલ તલાક આપી દીધા છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે એક 31 વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ તેની પત્નીને ‘ટ્રિપલ તલાક’ આપવા બદલ કેસ નોંધ્યો છે. એવો આરોપ છે કે વ્યક્તિએ તેની પત્નીને નજીવી બાબતે ટ્રિપલ તલાક આપી દીધા હતા. દેશમાં 2019માં જ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મુંબ્રાના રહેવાસી આરોપીએ મંગળવારે તેની 25 વર્ષીય પત્નીના પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેની પત્ની તેને છોડીને એકલી વૉક માટે જતી હોવાથી તે ‘ટ્રિપલ તલાક’ આપી તેમના લગ્નને તોડી રહ્યો છે. આ મામલે પત્નીની ફરિયાદ પર, પોલીસે બુધવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(4) હેઠળ ફોજદારી ધમકી અને મુસ્લિમ મહિલાના લગ્નના અધિકારોનું રક્ષણના અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધી છે. અધિકારીએ કહ્યું હતું કે મામલાની તપાસ ચાલી રહી છે.


Aslo read: પત્નીને વ્હૉટ્સએપ પર ટ્રિપલ તલાક આપનારા પતિ વિરુદ્ધ ગુનો


નોંધનીય છે કે 22 ઓગસ્ટ 2017ના રોજ સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચે પોતાના નિર્ણયમાં ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. SCએ 1400 વર્ષ જૂની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી હતી અને સરકારને કાયદો બનાવવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકારે કાયદો બનાવતી વખતે ત્રણ વખત ‘તલાક’ કહીને અથવા લખીને લગ્ન સમાપ્ત કરવાને ગુનો બનાવ્યો હતો. આ ગુના માટે વધુમાં વધુ ત્રણ વર્ષની જેલની જોગવાઈ પણ છે.

Back to top button