મહારાષ્ટ્ર

રાજકીય દુશ્મનાવટ સાથે કડી ધરાવતા હત્યાના પ્રયાસના કેસમાં કોર્ટે છ જણને નિર્દોષ છોડ્યા

થાણે: 13 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ બાદ થાણે કોર્ટે 2012માં થાણે પાલિકાની ચૂંટણી સાથે કડી ધરાવતા સામાજિક કાર્યકર પર થયેલા ક્રૂર હુમલાના આરોપમાંથી છ જણને નિર્દોષ જાહેર કર્યા હતા, જેઓ એનસીપીના કથિત કાર્યકર હતા.

2012ની પાલિકાની ચૂંટણી દરમિયાન રાજકીય દુશ્મનાવટનો મામલો ઊભો થયો હતો. ફરિયાદીની પત્ની અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી હતી, જ્યારે આરોપીઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના કથિત કાર્યકર હતા. જાન્યુઆરી, 2012માં મતદાનમથક બનાવવાને લઇ તણાવ સર્જાયો હતો.

પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એસ. બી. અગ્રવાલ દ્વારા મંગળવારે ઉપરોક્ત ચુકાદો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ચોથી પત્નીની હત્યાના કેસમાં પતિને કોર્ટે નિર્દોષ છોડ્યો

તપાસકર્તા પક્ષ અનુસાર કાપુરબાવડી પોલીસ સ્ટેશનની હદમાં 17 જૂન, 2-12ના રોજ આ ઘટના બની હતી. ફરિયાદી રોનાલ્ડ એન્થની ઇસ્સાકે આક્ષેપ કર્યો હતો કે આરોપીઓ આનંદ ગણપત સાળવે, ગણપત પુનાજી સાળવે, ગૌતમ ગોવિંદ મોરે, સંતોષ સાગર બનસોડે, અમોલ કાંબળે અને સંતોષ વેટકરે મારી હત્યાનું કાવતરું ઘડ્યું હતું તથા મારા પર તલવારથી હુમલો કર્યો હતો, મારુું ગળું હૅક્સોબ્લેડથી ચીર્યું હતું અને ગંભીર ઇજા પહોંચાડી હતી, જેને કારણે મારે 28 ટાંકા લેવા પડ્યા હતા. બચાવ પક્ષ વતી હાજર રહેલા એડવોકેટ રંજન સાળુંકેએ તપાસકર્તા પક્ષની રજૂઆત તેમ જ સાક્ષીઓની વિશ્ર્વસનીયતાને પડકાર્યા હતા.

જજ અગ્રવાલે અવલોકન કર્યું હતું કે ઘણા કથિત પ્રત્યક્ષદર્શીઓએ ખરેખર હુમલો જોયો હોવાની શક્યતા ઓછી છે. તેમણે વધુમાં અવલોકન કર્યું હતું કે મોટા ભાગના સાક્ષીઓ કાં તો કર્મચારીઓ, મિત્રો રાજકીય રીતે જોડાયેલા લોકો હતા. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button