જિલ્લા પરિષદની શાળામાં શિક્ષક ઊંઘતો ઝડપાયો, વીડિયો વાયરલ | મુંબઈ સમાચાર

જિલ્લા પરિષદની શાળામાં શિક્ષક ઊંઘતો ઝડપાયો, વીડિયો વાયરલ

જાલના: જાલના જિલ્લામાં જિલ્લા પરિષદની શાળાનો શિક્ષક ક્લાસમાં ઊંઘતો ઝડપાયો હતો, જેનો વીડિયો શુક્રવારે વાયરલ થયો હતો. આ બનાવ બાદ વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ મુદ્દે ઉચ્ચ સત્તાવાળાઓને અહેવાલ સુપરત કરવામાં આવશે.

જાફરાબાદ તહેસીલના ગાડેગવાન ખાતેની મરાઠી માધ્યમની શાળામાં આ ઘટના બની હતી, જ્યાં ધોરણ એકથી પાંચ સુધીના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપવામાં આવે છે.

વીડિયોમાં શિક્ષક ટેબલ પર પગ મૂકીને આરામ કરતો નજરે પડે છે અને ત્યાં 15થી 17 વિદ્યાર્થી બેઠા છે. વીડિયો ઉતારનારી વ્યક્તિ એક વિદ્યાર્થીને પૂછે છે કે શિક્ષક કેટલા સમયથી સૂઇ રહ્યા છે, જ્યારે જવાબ મળે છે ‘અડધો કલાકથી.’

શિક્ષકને વી.કે. મુંડે તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો અને બ્લોક એજ્યુકેશન ઓફિસર સતીષ શિંદેએ જણાવ્યું હતું કે તે આમુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને અહેવાલ સુપરત કરશે. શિક્ષક સામે વિભાગીય નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો -‏‏‎ નણંદના ત્રાસથી કંટાળીને મહિલાએ છ વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા

ઘણા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાના વહીવટ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ભારપૂર્વક કહ્યું હતું કે અધિકારીઓએ ગ્રામીણ વિસ્તારો આવી શાળાઓ પર દેખરેખ વધારવી જોઇએ, નહીંતર વિદ્યાર્થીઓને સહન કરવું પડશે. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button