મેલીવિદ્યાથી કરોડો મળશે કહીને તાંત્રિકે લાખો ખંચેરી લીધા….

પુણે: ગુજરાતીમાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે એવો જ કંઇક ઘાટ થયો પુણેના એક યુવક સાથે તેને સમજાઇ ગયું કે પૈસાનો લોભ કેટલો મોંઘો પડી શકે છે. પુણેના હડપસરના એક યુવકને મેલીવિદ્યાના કારણે 18 લાખ જેટલી માતબર રકમ ગુમાવાનો વારો આવ્યો આવ્યો હતો. એક યુવકને પાંચ લાખ રૂપિયા એક્સચેન્જ કરીશ તો કરોડો રૂપિયા મળશે તેમ કહીને 18 લાખ રૂપિયાની છેતરપિંડી એક તાંત્રિકે કરી હતી.
વિનોદ પરદેશીનામના એક યુવકે તેના મિત્રએ આયરા શોબ નામના નકલી બાબા સાથે પરિચય કરાવ્યો હતો. તેમણે વિનોદને કહ્યું કે અઘોરી પૂજા કરવાથી તેના પર પૈસાનો વરસાદ થશે. પૂજા ચાલી રહી હતી ત્યારે અચાનક પોલીસ તે જગ્યાએ પહોંચી ગઇ અને ત્યાં બેઠેલા તમામ પર હુમલો કર્યો અને પૂજા માટે રાખેલા 18 લાખ રૂપિયા લઈને ભાગી ગયા.
જ્યારે વિનોદ પરદેશીને ખબર પડી કે આ સમગ્ર કાવતરું આ નકલી બાબાએ ઘડ્યું હતું ત્યારે તેને પોલીસ સ્ટેશન જઇને હડપસર પોલીસમાં ભંડુ બાબા આયરા શોબ, માધુરી મોરે, રોકી વૈદ્ય અને કિશોર પંડાગલે સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધવી હતી.
વરિષ્ઠ પોલીસ નિરીક્ષકે જણાવ્યું હતું કે આવી ઘણી ઘટનાઓ પુણે શહેરમાં જોવા મળે છે, આમ જોઇએ તો આઇટીનું હ ગણાતા પુણેમાં આજે પણ લોકો અંધશ્રધ્ધામાં જીવી રહ્યા છે. અને અનિચ્છનીય ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. પોલીસે લોકોને ખાસ અપીલ કરી હતી કે આવા બધા તાંત્રિક બાબાઓથી સાવધાન રહો. અને પૈસાના લોભને કારણે આવા કૌભાંડોનો ભોગ ન બનો.