સુપ્રિયા સુળેએ સંતોષ દેશમુખની પુત્રીને બારમામાં પાસ થવા બદલ પાઠવ્યા અભિનંદન

બીડઃ બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખ, જેમનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી, તેમની દિકરી વૈભવી દેશમુખે સારો અભ્યાસ કરીને બારમા ધોરણની પરીક્ષામાં પ્રભાવશાળી સફળતા મેળવી છે. વૈભવીને ૮૫.૩૩ ટકા ગુણ મળ્યા હોવાનું બહાર આવ્યું છે. જે બાદ સાંસદ સુપ્રિયા સુળેએ સંતોષ દેશમુખની પુત્રી વૈભવીને ફોન કર્યો હતો.
સુપ્રિયા સુળેએ વૈભવીની પ્રશંસા કરતા કહ્યું, “મને તારા પર ખૂબ ગર્વ છે.” પરંતુ પિતાની છત્રછાયા ગુમાવ્યાનો ખંત વ્યક્ત કરતા વૈભવીએ કહ્યું કે, “બધી ખુશી છિનવાઇ ગઇ, હવે શું કામનું? મારી પીઠ થપથપાવવા માટે મારા પિતા નથી.”
આપણ વાંચો: સરપંચ હત્યાના આરોપી વાલ્મિક કરાડ મુદ્દે બરતરફ પોલીસ અધિકારીના દાવાથી ખળભળાટ
સાંસદ સુપ્રિયા સુળે સાથે ફોન પર વાત કરતા, વૈભવીએ આશા વ્યક્ત કરી કે ન્યાય મળશે. “મારા પિતાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, આરોપીને મૃત્યુદંડ મળવો જોઈએ. વૈભવી દેશમુખે એવી પણ માંગણી કરી હતી કે એક આરોપી હજુ પણ ફરાર છે અને તેની પણ ધરપકડ થવી જોઈએ.