
મુંબઈઃ મુંબઈના વાય બી ચવ્હાણ સેન્ટરમાં 15મી રાજ્યસ્તરીય શિક્ષણ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે આ આ જ પરિષદમાં બોલતી વખતે સુપ્રિયા સુળે (Supriya Sule)એ શિક્ષણ સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા અને તેમની લાક્ષણિક શૈલીમાં શાબ્દિક ચાબખા માર્યા હોવાનું પણ જોવા મળ્યું હતું.
સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે અનેક બદલાવ જોવા મળે છે અને એના વિશે ચર્ચા પણ થાય છે. પ્રકાશ જાવડેકર અને મારા મતભેદ થતાં હોય છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રને લઈને અમારો મત એક જ છે. મરાઠી ભાષા પર આપણે પ્રેમ કરવો જોઈએ અને આ વિચાર આપણી આગળની પેઢી સુધી પહોંચાડવા જોઈએ.
આર આર પાટીલને બાદ કરીએ તો રાજકારણમાં કોઈ પણ નેતાના સંતાનો સરકારી શાળામાં ભણતા નથી જોયા. હું પણ મરાઠી શાળામાં નથી ભણી. પવાર પરિવારમાં કોન્વેન્ટ સ્કુલમાં જનારું પહેલું બાળક એટલે હું એવું સુપ્રિયા સૂળે.
આપણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ મિશન મોડમાં કામ કરી રહ્યા છે, પરંતુ બાકીના… સુપ્રિયા સુળેનું નિશાન કોના પર?
આગળ જણાવતા સુપ્રિયાએ જણાવ્યું હતું કે મારા પિતાને એવું હતું કે હું મરાઠી સ્કુલમાં ભણું. પરંતુ મમ્મીના આગ્રહના કારણે હું કોન્વેન્ટ સ્કુલમાં ભણી. ઘરની અનેક બાબતોમાં મારી મમ્મીનું જ ચાલે એ વાત અલગ છે.
બહાર એ શરદ પવાર છે, પણ ઘરમાં તે એક પતિ છે… પરંતુ હવે આની હેડલાઈન્સ નહીં બનાવતા, નહીંતર ઘરે જઈને મને જૂતાં પડશે, એવી ટિપ્પણી પણ સુપ્રિયા સૂળેએ કરી હતી.
સફળ થયા બાદ નાપાસ થયેલાં બાળકોની કથા સારી લાગે છે. કોઈ પણ છોકરું એ ધન હોય છે એવું મારું માનવું છે. મને બે સંતાન છે અને બંનેનો ઉછેર કરતી વખતે મને એટલો ત્રાસ થાય છે પરંતુ શિક્ષકો એક સાથે ચાળીસ-ચાળીસ બાળકો સંભાળે છે. દરેક બાળકનું આઈક્યુ લેવલ અલગ અલગ હોય છે અને તેમ છતાં તેઓ તેમને સંભાળે છે એ વાત અલગ જ છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
સુપ્રિયા સુળેએ આગળ કહ્યું હતું કે ટેક્નોલોજી આવે છે અને તે શિખવી જોઈએ એવું પણ મારું માનવું છે, મને એ ગમે પણ છે. પણ પહેલાં મને ટેકેનોલોજીનો ડર લાગી રહ્યો છે. ચેટ જીપીટીનો ડર લાગે છે.
જીપીટીની માધ્યમથી જો બાળકો હોમવર્ક કરવા લાગશે તો માઈન્ડનું વેલ્યુએશન કઈ રીતે કરી શકાશે? આ એક ગંભીર બાબત છે. ટેક્નોલોજીને કારણે શિક્ષકોની નોકરી નહીં જાય, કારણ શિક્ષક એ નોકરી નહીં પણ તે સેવા છે, એવું સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું.