સુપ્રિયા સુળેએ અજિત પવારને પગે લાગી લીધા આશિર્વાદ: ભાઇબીજનો વિડીયો શેર કરી કહ્યું….

મુંબઇ: ગઇ કાલે મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં ભાઇ-બહેનના પવિત્ર સંબંધનો ભાઇબીજનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. વિવિધ રાજકીય નેતાઓએ તેમની બહેનો સાથે આ તહેવાર ઉજવી લોકોને શુભેચ્છા પાઠવી હતી. દરમીયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ સુપ્રિયા સુળેએ પણ તેમના ભાઇ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે ભાઇબીજનો તહેવાર ઉજવ્યો હતો. આનો એખ વિડીયો સુપ્રિયા સુળેએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કર્યો હતો.
આ વિડીયોમાં સુપ્રિયા સુળે તેમની અન્ય બહેનો સાથે અજિત પવારની એક સાથે આરતી કરતાં દેખાય છે. એટલું જ નહીં પણ સુપ્રિયા સુળે અજિત પવારની આરતી કર્યા બાદ તેમના પગે પણ લાગ્યા હતાં. બહને ભાઇના આ અનોખા સંબંધનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે.
ખાસ વાત એ છે કે હાલમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ફૂટ પડી છે. લગભગ 40 વિધાનસભ્યો સાથે અજિત પવારે શિંદે-ફડણવીસ સરકારને ટેકો જાહેર કર્યો હતો. અજિત પવારના આ નિર્ણય બાદ શરદ પવાર જૂથ અને અજિત પવાર જૂથ આમને-સામને આવી ગયા છે. પક્ષનું નામ અને પક્ષનું ચિન્હ કોનું? એના પરથી વિવાદ પણ ચાલ રહ્યો છે. ત્યારે આવી રાજકીય પરિસ્થિતી છે ત્યારે શું અજિત પવાર દિવાળી નિમિત્તે શરદ પવારને મળશે કે તે તરફ બધાનું જ ધ્યાન હતું. જોકે મંગળવારે મોડી રાતે ગોવિંદબાગમાં જઇને અજિત પવારે પિરવારજનોની મુલાકાત લીધી હતી.
ત્યાર બાદ ગઇ કાલે ભાઇબીજના તહેવાર નિમિત્તે સુપ્રિયા સુળે જાતે અજિત પવારના ઘરે ગયા હતાં. ત્યાં તેમણે અજિત પવારની આરતી કરી ચરણસ્પર્શ કર્યા હતાં. આ અંગેનો એક વિડીયો સાંસદ સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ભાઇ-બહેનના પિવત્ર સંબંધને વધુ ગાઢ બનાવનારો તહેવાર એટલે ભાઇબીજ. ત્યારે આ તહેવારની તમને બધાને શુબેચ્છા. એવી કેપ્શન પણ સુપ્રિયા સુળેએ લખી હતી.