મહારાષ્ટ્ર

પૂર્વ પ્રધાન સુનીલ કેદારની તબિયત લથડતા મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ

નાગપૂર: પૂર્વ પ્રધાન સુનીલ કેદારને શુક્રવારે, 22મી ડિસેમ્બરના રોજ પાંચ વર્ષની સજા જાહેર થયા બાદ તેમના વકીલે જામીન મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ નિર્ણય રાતે જાહેર થતાં જામીન અંગેની સુનવણી 26મી ડિસેમ્બરના રોજ થશે. દરમીયાન શુક્રવારે મોડી રાત્રે સુનીલ કેદારની તબીયત બગડી હતી. તેમને નાગપૂરની સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

સુનીલ કેદારને મોડી રાતે માયગ્રેનને કારણે અસહનીય માથામાં અને છાતીમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ તેમણે કરી હતી. તેમને તરત જ નાગપૂરની મેડિકલ કોલેજની હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીં ડોક્ટરે તેમનો ઇસીજી કરતાં થોડા ફેરફારો દેખાયા હતાં. આ ફેરફારો પહેલાના છે કે હમણાં થયા છે તે તબીબો ચકાસી રહ્યાં છે.


દરમીયાન કોર્ટે સુનીલ કેદારને શુક્રવારે સવારે દોષી સાબીત કર્યા હતાં અને સાંજે તે અંગેનો નિર્ણય કોર્ટે જાહેર કર્યો હતો. નિર્ણય જાહેર કરવામાં પણ ઘણો સમય લાગી ગયો હતો. મોડી સાંજે નિર્ણય આવતાં જામીનની અરજી પર સુનવણી થઇ શકી નહતી. આગામી બે દિવસ શનિવાર અને રવિવાર અને સોમવારે ક્રિસમસની રજા હોવાથી જામીન માટે કોર્ટે 26મી ડિસેમ્બરની તારીખ આપી હતી. તેથી સુનીલ કેદારને કેટલીક રાતો જેલમાં વિતાવવાની ગરજ પડી હતી. અને તેમની તબીયત લથડતા તેમને સારવા અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમીક તપાસ બાદ આજે એટલે કે શનિવારે તેમના અન્ય મેડિકલ ઇન્વેસ્ટીગેશન થવાના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button