મહારાષ્ટ્ર
શેરડીના પિલાણની મોસમ પહેલી નવેમ્બરથી ચાલુ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં વર્ષ 2023-24 માટે શેરડીની પિલાણ સીઝન 1 નવેમ્બરથી શરૂ થવાની તૈયારીમાં છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની હાઈ પાવર્ડ સમિતિએ ગુરુવારે સાકર ઉદ્યોગને લગતા અન્ય મુદ્દાઓ સાથે આ અંગે નિર્ણય લીધો હતો.
સુગર કમિશનર દ્વારા આપવામાં આવેલા પ્રેઝન્ટેશન મુજબ મહારાષ્ટ્રમાં લગભગ 14 લાખ હેક્ટર શેરડીનું ઉત્પાદન નોંધાયું છે અને મિલોમાં 1,022 લાખ ટનનું પિલાણ કરવાનો અંદાજ છે. સરકારનો અંદાજ છે કે રાજ્ય 88.58 લાખ ટન શેરડીનું ઉત્પાદન કરશે જે ઉદ્યોગ પાસેથી મળેલા આંકડાને આધારે જણાવ્યું છે.
જમીનની સ્થિતિના આધારે આ અંદાજમાં સુધારો કરી શકાય છે. આ સિઝનમાં રાજ્યમાં ગત સિઝનના 105.6 લાખ ટન ઉત્પાદનમાં ભારે ઘટાડો જોવા મળશે. એવો અંદાજ છે કે 15 લાખ ટન ખાંડ ઇથેનોલના ઉત્પાદન માટે વાળવામાં આવશે.