માતાનું અપમાન કરનારા પિતાની પુત્રએ કરી હત્યા

નાગપુર: વારંવાર ગાળો ભાંડી માતાનું અપમાન કરનારા પિતાની પુત્રએ કથિત હત્યા કરી હોવાની ઘટના નાગપુર જિલ્લામાં બનતાં પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી હતી.
પોલીના જણાવ્યા મુજબ ઘટના બુધવારે કોંઢાલી શહેરમાં બની હતી. પકડાયેલા આરોપીની ઓળખ અંશુલ ઉર્ફે ગૌરવ બાબારાવ જયપુરકર (19) તરીકે થઈ હતી.
આ પણ વાંચો…સોફ્ટવેર કંપનીની સિસ્ટમ હૅક કરીને ડૅટાનો નાશ કર્યો: ત્રણની ધરપકડ
મોટર મેકેનિક અંશુલ બુધવારે બપોરે જમવા ગયો આવ્યો હતો. ઘરમાં પિતા બાબુરાવ મધુકર જયપુરકર (52) અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. બાબુરાવ પત્નીને એલફેલ બોલી તેનું અપમાન કરતો હોવાથી અંશુલને ગુસ્સો આવ્યો હતો.
રોષે ભરાયેલા અંશુલે લાકડાથી પિતા પર હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઇજાને કારણે પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે અંશુલની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેના પિતાને દારૂ પીવાનું વ્યસન હતું અને તે કોઈ કામ કરતા નહોતા. વળી, માતાને વારંવાર ગાળો આપતા હોવાથી તેણે આવું પગલું ભર્યું હતું. (પીટીઆઈ)