સોલાપુરમાં એસયુવી સાથે મોટરસાઇકલ ટકરાતાં ત્રણનાં મોત, આઠ ઘાયલ...
મહારાષ્ટ્ર

સોલાપુરમાં એસયુવી સાથે મોટરસાઇકલ ટકરાતાં ત્રણનાં મોત, આઠ ઘાયલ…

સોલાપુર: સોલાપુર જિલ્લામાં એસયુવી (સ્પોટર્સ યુટિલિટી વેહિકલ) સાથે મોટરસાઇકલ ટકરાતાં ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે આઠ લોકો ઘવાયા હતા. કરમાલા તાલુકાના વીટ વિસ્તારમાં ભૂજબળ વસ્તી નજીક શનિવારે સાંજે આ અકસ્માત થયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

મોટરસાઇકલ પર ત્રણ લોકો સવાર હતા અને તે એસયુવી સાથે ભટકાઇ હતી. અકસ્માત બાદ એસયુવી રસ્તાની બાજુમાં અથડાઇ હતી. આ અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર ત્રણેય જણનાં મોત થયાં હતાં, જેમની ઓળખ હનુમંત કેરુ ફલફાલે (35), કંચન કેરુ ફલફાલે (30) અને સ્વાતિ શરદ કાશિદ (25) તરીકે થઇ હતી.

હનુમંત અને કંચન ફલફાલે અંજનદોહના, જ્યારે સ્વાતિ કાશિદ ઇન્દાપુર તાલુકાના સરાફવાડી ખાતેના રહેવાસી હતાં. એસયુવીમાં પ્રવાસ કરી રહેલા આઠ લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા અને તેનમે સારવાર માટે કરમાલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button