મહારાષ્ટ્ર

સોલાપુરમાં કારમાંથી બે ઈવીએમ મળ્યાં: વધારાનાં મશીન હોવાનો અધિકારીનો દાવો

મુંબઈ: સોલાપુર જિલ્લામાં એક હોટેલ નજીક પાર્ક કારમાંથી બે ઈવીએમ મળી આવતાં ભારે હોબાળો મચ્યો હતો. જોકે આ મશીન વધારાનાં હોવાની સ્પષ્ટતા અધિકારીએ કરી હતી.

રાજ્યમાં સોલાપુર સહિત 12 જિલ્લાપરિષદ અને 125 પંચાયત સમિતિની ચૂંટણી શનિવારે થઈ હતી. શનિવારની જ મધરાતે મોહોળ શહેરની હોટેલ સ્વરાજ્ય નજીક એક કારમાંથી બે ઈવીએમ મળી આવ્યાં હતાં. આ કાર ઈલેક્શન ડ્યૂટીમાં તહેનાત એક અધિકારી માટે રાખવામાં આવી હતી.

કારમાં ઈવીએમ મળ્યાંની વાત ફેલાતાં જ રાજકીય પક્ષો દ્વારા મશીન સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ કરાયા હતા. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો પ્રશ્ર્ન ઉઠાવી એનસીપીના ઉમેદવારે આ મામલે તપાસની માગણી કરી હતી.

આ અંગે માહિતી મળતાં જ ચૂંટણી અધિકારી, તહેસીલદાર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આ ઈવીએમ વધારનાં હોવાની અને શનિવારે મતદાન માટે ઉપયોગમાં ન લેવાયાંની ખાતરી થઈ હતી. બન્ને મશીન સીલ કરાયેલાં જ હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીએ ઉમેર્યું હતું કે મતદાન માટે ઉપયોગમાં લેવાયેલાં બધાં ઈવીએમ શનિવારની રાતે 10.30 વાગ્યે સ્ટ્રોન્ગ રૂમમાં જમા કરવામાં આવ્યાં હતાં. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button