પિકનિક પર ગયેલા એક પરિવારનાં ત્રણ દરિયામાં ડૂબ્યા: ચાર ગૂમ, એકનો બચાવ

મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લામાં દરિયા કિનારા પર ફરવા ગયેલા એક જ પરિવારના ત્રણ લોકો દરિયામાં તણાઈ ગયા હતા. તો અન્ય ચાર લોકોનો કોઈ પત્તો લાગ્યો ન હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. ૧૬ વર્ષની એક કિશોરીને બચાવી લેવામાં આવી હતી.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં મુંબઈથી ૪૯૦ કિલોમીટર દૂર આવેલા સિંધુદુર્ગના શિરોડા-વેલાઘર બીચ પર એક ગ્રૂપ ફરવા આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ એક જ પરિવારનાં આઠ સભ્યો અહીં બીચ પર પિકનિક માટે આવ્યા હતા, જેમાં બે સિંધુદુર્ગના કુડાલના બે સભ્યો હતો. જયારે અન્ય છ જણ કર્ણાટકના બેલાગાવીના હતા.
આ પણ વાંચો: UPDATE: પાટણની સાંતલપુરમાં નદીમાં 12 યુવકો ડૂબ્યા, મૃત્યુઆંક વધીને પાંચ થયો
પરિવારના આઠેય સભ્યો શુક્રવારે સાંજના દરિયામાં અંદર તરવા માટે દાખલ થયા હતા પણ દરિયાની ઊંડાઈની અજાણ હોવાને કારણે તેઓ દરિયાના પાણીમાં અંદર તણાવા માંડયા હતા.
પોલીસ અને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અંદર તણાઈ ગયેલા ત્રણ લોકોનાં મૃતદેહ હાથ લાગ્યા હતા. તો ચાર લોકોનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
આ પણ વાંચો: મહિસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા દોલતપુરા હાઇડ્રો પ્રોજેક્ટમાં પાંચ કર્મચારીઓ ડૂબ્યાં
બચાવ ટુકડીએ ૧૬ વર્ષની કિશોરીને બચાવી લીધી હતી પણ શુક્રવાર મોડે સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું પણ ચાર લોકોનો શોધ લાગી શક્યો ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતકોમાં ૩૪ વર્ષીય ફરીન ઈરફાન કિત્તુર, ૧૩ વર્ષના ઈબાદ ઈરફાન કિત્તુર અને ૧૬ વર્ષની નમીરા અફતાબ અખત્તરનો સમાવેેશ થાય છે.
ચાર લોકોનાં શનિવાર સુધી કોઈ પત્તો લાગ્યો નહોતો, જેમાં ૩૬ વર્ષના ઈરફાન મોહમ્મદ કિત્તુર, ૧૫ વર્ષના ઈકવાન ઈમરાન કિત્તુર, ૨૫ વર્ષના ફરહાન મનિયાર અને ૧૩ વર્ષના ઝીકાર નિરાસ મનિયારનો સમાવેશ થાય છે.