મહારાષ્ટ્રસ્પોર્ટસ

ગિલની વાપસી લગભગ નક્કી: રાહુલને ઇલેવનમાં રાખવો છે, પણ સરફરાઝ…

પુણે: ન્યૂ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ ગુરુવાર, 24મી ઑક્ટોબરે પુણેમાં શરૂ થશે અને એ માટેની પ્લેઇંગ-ઇલેવનમાં શુભમન ગિલ કમબૅક કરી શકે એમ છે. ગરદનના દુખાવાને લીધે તે બેન્ગલૂરુની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો અને તેના સ્થાને સરફરાઝ ખાનને રમવાનો મોકો મળ્યો જેનો તેણે પૂરો ફાયદો ઉઠાવ્યો અને બીજા દાવમાં 150 રન ખડકી દીધા હતા.

ભારત પ્રથમ ટેસ્ટ જીતી ન શક્યું એ વાત અલગ છે, પરંતુ બેન્ગલૂરુમાં દમદાર પર્ફોર્મ કરનાર સરફરાઝનું સ્થાન ઇલેવનમાં લગભગ નક્કી છે.

જો ગિલનો અગિયાર ખેલાડીઓમાં સમાવેશ થશે તો કેએલ રાહુલનું પત્તું કપાઈ શકે એમ છે.

મંગળવારના બર્થ-ડે બૉય સરફરાઝે બીજા દાવમાં 99 રન પર આઉટ થનાર રિષભ પંત સાથે ચોથી વિકેટ માટે 177 રનની ભાગીદારી કરી હતી. જોકે રાહુલ સદંતર ફ્લૉપ રહ્યો હતો. 46 રનના ટીમ-સ્કોરવાળી ઇનિંગ્સમાં જે પાંચ બૅટર ઝીરોમાં આઉટ થયા હતા એમાંનો એક રાહુલ પણ હતો. બીજા દાવમાં તે ફક્ત 12 રન બનાવીને એ દાવમાં પણ પેસ બોલર વિલિયમ ઑ’રુર્કેના બૉલમાં વિકેટકીપર ટૉમ બ્લન્ડેલને કૅચ આપી બેઠો હતો.

આ પણ વાંચો : પૃથ્વી શૉને ડ્રૉપ કર્યો એટલે એ ભાઈ રિસાઈ ગયા…જાણો, બાદબાકીના બે કારણ અને તેની પ્રતિક્રિયા

ભારતીય ટીમના સહાયક કોચ રાયન ટેન ડૉચેટે પુણેમાં મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘રાહુલના બૅટિંગ-ફૉર્મ વિશે અમને કોઈ પ્રકારની ચિંતા નથી. ગૌતમ ગંભીર જ્યારથી હેડ-કોચ બન્યા છે ત્યારથી તેમણે રાહુલના ફૉર્મ પર વિશ્ર્વાસ જાળવી રાખ્યો છે. જોકે ટીમમાં સ્થાન મેળવવા માટે હરીફાઈ પણ વધી ગઈ છે. સરફરાઝ ખાને ઇરાની કપની ફાઇનલમાં મૅચ-વિનિંગ અણનમ 222 રન બનાવ્યા ત્યાર બાદ બેન્ગલૂરુની ટેસ્ટમાં 150 રન કર્યા. ટીમ માટે શું બેસ્ટ કહેવાય એ જ નિર્ણય લેવાશે.’

ડૉચેટે ભારપૂર્વક કહ્યું હતું કે ‘ખરી હરીફાઈ રાહુલ અને સરફરાઝ વચ્ચે છે. ટીમ માટે જે સૌથી ઠીક હશે એ જ નિર્ણય લેવાશે.’

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker