આમચી મુંબઈમહારાષ્ટ્ર

અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઇ સિદ્ધાર્થને ડ્રગ્સ કેસમાં મુંબઇ પોલીસે સમન્સ પાઠવ્યા

મુંબઈ: 252 કરોડ રૂપિયાના ડ્રગ્સની જપ્તીના કેસ સંદર્ભે મુંબઈ પોલીસે બોલીવૂડની એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઇ અને એક્ટર-ડિરેક્ટર સિદ્ધાર્થ કપૂરને સમન્સ પાઠવ્યા છે.

સિદ્ધાર્થ કપૂરને તેનું નિવેદન નોંધાવવા માટે 25 નવેમ્બરે હાજર થવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે ઇન્ફ્લ્યુએેન્સર ઓરહમ અવતરામાણી ઉર્ફે ઓરી ગુરુવારે હાજર ન રહી શકતાં તેને 26 નવેમ્બરે બોલાવવામાં આવ્યો છે.

252 કરોડ રૂપિયાના મેફેડ્રોનની જપ્તીના કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી મોહંમદ સલીમ મોહંમદ સુહેલ શેખની પૂછપરછમાં બોલીવૂડની બે સેલિબ્રિટીસનાં નામ સામે આવ્યા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ઘાટકોપર યુનિટે તેમને સમન્સ પાઠવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાચો: દુબઇથી ડિપોર્ટ કરાયેલા ડ્રગ પેડલરનો ચોંકાવનારો ખુલાસો: રેવ પાર્ટીઝમાં સેલિબ્રિટીઝને ડ્રગ્સ આપતો

મોહંમદ સલીમ શેખે દાવો કર્યો હતો કે અમુક ફિલ્મ, ફેશન સેબિબ્રિટીસ અને રાજકારણીઓ તથા ભાગેડુ ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમનો ભાણેજ ભારત તથા વિદેશોમાં યોજાયેલી રેવ પાર્ટીમાં હાજર રહ્યાં હતાં.

એએનસીના અધિકારીઓએ ઇન્ફ્લ્યુએન્સર ઓરીને ગુરુવારે હાજર રહેવા માટે કહ્યું હતું, પણ તે હાજર રહી શક્યો નહોતો અને તેણે વધુ સમય માગ્યો હતો.

ઉલ્લખનીય છે કે 2022માં ડ્રગ્સનું સેવન કરવાના આરોપસર સિદ્ધાર્થ કપૂરને બેંગલુરુથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
સાંગલીમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કરીને ત્યાંથી જપ્ત કરાયેલા 252 કરોડ રૂપિયાના મેફેડ્રોનની જપ્તીના કેસના મુખ્ય આરોપી મોહંમદ સલીમ શેખને ગયા મહિને દુબઇથી ડિપોર્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button