સેના યુબીટી હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ચાલે છે સામંત

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન ઉદય સામંતે ગુરુવારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેની દિલ્હી મુલાકાત પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે તેમનો પક્ષ હવે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ કામ કરી રહ્યો છે.
એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના પ્રધાન જોડાયેલા સામંત છત્રપતિ સંભાજીનગરમાં પાર્ટીની બેઠકોમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
આપણ વાંચો: ઝારખંડના આદિવાસીઓના ‘ગુરુજી’ સોરેને કરોડો લઈ કોંગ્રેસ સરકારને બચાવેલી, હત્યા કેસમાં સજા થતાં મંત્રીપદ ખોયેલું
‘એક તરફ તેઓ (ઉદ્ધવ) રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળની મનસે સાથે હાથ મિલાવવાની વાત કરે છે. બીજી તરફ, તેઓ રાહુલ ગાંધીને મળે છે. મહારાષ્ટ્ર હવે આ રાજકારણને સમજે છે. તેઓ ગઈકાલે દિલ્હી કેમ ગયા? એ સ્પષ્ટ છે કે શિવસેના (યુબીટી) કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ચાલે છે,’ તેમણે કહ્યું.
ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી રહ્યા છે, જેમણે વિનાયક દામોદર સાવરકરનું અપમાન કર્યું હતું અને આવા નેતા મહારાષ્ટ્ર માટે કશું સારું કરી શકતા નથી, એમ સામંતે વધુમાં જણાવ્યું હતું.
આપણ વાંચો: કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ પહલગામ હુમલા અંગે કર્યું વિવાદાસ્પદ નિવેદન ?
‘આ જ કારણ છે કે લોકોએ તાજેતરની (વિધાનસભા) ચૂંટણીઓમાં એકનાથ શિંદેને 60 બેઠકો આપી છે,’ એમ તેમણે કહ્યું હતું.