શિવસેના (યુબીટી) અને મનસેના એક થવાથી મહાયુતિને કોઈ અસર નહીં પડે: મ્હાસ્કે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વચ્ચેનું જોડાણ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિની તકોને કોઈ અસર કરશે નહીં અને શાસક મહાયુતિ જ્વલંત વિજય હાંસલ કરશે, એમ શિવસેનાના સાંસદ નરેશ મ્હાસ્કેએ જણાવ્યું છે.
શનિવારે રાત્રે પત્રકારો સાથે વાત કરતા, મ્હાસ્કેએ કહ્યું હતું કે જ્યારે મહાયુતિ ચૂંટણી લડવા માટે તૈયાર થાય છે, ત્યારે તે સંપૂર્ણપણે તૈયાર છે. સેના (યુબીટી) અને મનસે બંનેના નેતાઓએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે પક્ષો ‘ચોક્કસપણે’ જોડાણ કરશે, પરંતુ અંતિમ નિર્ણય ચૂંટણીની નજીક લેવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારના કાર્યકાળમાં એકનાથ શિંદેને આયોજન પ્રક્રિયાઓમાંથી બાકાત રખાતા…
શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે સંભવિત જોડાણ અંગે વધુ સ્પષ્ટ વાત કરી રહ્યા છે, ત્યારે તેમના પિતરાઈ ભાઈ અને મનસે પ્રમુખ રાજ ઠાકરે હજી સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરી શક્યા નથી. મ્હસ્કેએ કહ્યું કે અગાઉ સેના (યુબીટી) સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) સાથે ગઠબંધનમાં હતી, પરંતુ તેમ છતાં મહાયુતિ ગયા વર્ષે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બની હતી.
રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી મહા વિકાસ આઘાડીનો ભાગ નહોતી. તેઓ (સેના યુબીટી અને મનસે) સાથે આવીને ગઠબંધન બનાવી શકે છે. અમે લોકસભા, વિધાનસભામાં હાંડી તોડી (સફળ) અને અમે પાલિકાની ચૂંટણીમાં પણ ફરીથી તે જ કરીશું, એમ તેમણે કહ્યું હતું.