મહારાષ્ટ્ર

શિવાજી મહારાજ આજના રોલ મોડલ: મોહન ભાગવત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
આરએસએસના વડા મોહન ભાગવતે બુધવારે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ આજના સમયમાં રોલ મોડલ (આદર્શ) છે. તેમના કાર્યો વ્યક્તિગત રીતે અને રાષ્ટ્ર તરીકે અનુસરણને યોગ્ય છે.

ભાગવત નાગપુરમાં સુમંત ટેકડે દ્વારા મરાઠા છત્રપતિના જીવન પર આધારિત પુસ્તક યુગાંધર શિવરાયનું વિમોચન કર્યા બાદ બોલી રહ્યા હતા.

આ પણ વાંચો: નવા મંદિર-મસ્જિદના વિવાદો અંગે મોહન ભાગવત નારાજ, કહ્યું- રામ મંદિર પછી…

આરએસએસના વડાઓ કેશવ હેડગેવાર, માધવરાવ ગોલવલકર અને બાળાસાહેબ દેવરસે હનુમાનને પ્રાચિન કાળના આદર્શ ગણાવ્યા હતા અને છત્રપતિ શિવાજી મહારાજને આધુનિક સમયના આદર્શ ગણાવ્યા હતા, એમ ભાગવતે કહ્યું હતું.
શિવાજી મહારાજને યુગપુરુષ કહેવામાં આવે છે, કેમ કે તેમણે મુગલોના હુમલા સહિત દેશમાં આક્રમણોની પરંપરાને ખંડિત કરી હતી, એમ ભાગવતે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button