શિવસેનાના પાર્ટી ફંડમાંથી ઉદ્ધવ જૂથે રૂ. 50 કરોડ ઉઠાવ્યા?: શિંદે જૂથે ફરિયાદ નોંધાવી
મુંબઈ: શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા પાર્ટી ફંડમાંથી 50 કરોડ રૂપિયા કાઢવામાં આવતા શિવસેના શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથ સામે ફરિયાદ દાખલ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા શિંદે જૂથને જ સાચી શિવસેના જાહેર કર્યા છતાં ઉદ્ધવ જૂથે દ્વારા પાર્ટી ફંડમાંથી પૈસા કાઢવામાં આવ્યા હતા. શિંદે જૂથે કરેલી આ ફરિયાદથી ઉદ્ધવ જૂથે ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો છે.
આ મામલે શિંદે જૂથના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જૂથના પાર્ટી ફંડમાંથી મોટી રકમ કાઢ્યા બાદ ઇકોનોમિક ઓફન્સ વિંગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ રકમ જે બેન્કમાંથી કાઢવામાં આવી છે એ બાબતની દરેક માહિતીની તપાસ કરવામાં આવી છે.
આ બેન્ક અકાઉન્ટમાંથી રકમ કોણે કાઢી? અને બેન્ક અકાઉન્ટને કોણ વાપરી રહ્યું છે? એ બાબતની માહિતી માટે બેન્કના અધિકારીઓ સાથે પણ પૂછપરછ ચાલી રહી છે. આ મામલે શિંદે ઇન્કમ ટૅક્સ વિભાગને પણ પત્ર લખીને જૂથેને ખરી શિવસેના જાહેર કર્યા બાદ પાર્ટીનું ટૅક્સ કોણ ભરી રહ્યું છે? એ બાબતની માહિતી મંગાવવામાં આવી છે.
શિંદે જૂથે ઉદ્ધવ જૂથે દ્વારા ફંડમાંથી પૈસા કાઢવાનો અધિકાર નથી અને કઈ રીતે તેમણે 50 કરોડ રૂપિયા કાઢ્યા? એવો પ્રશ્ન શિંદે જૂથે દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો હતો.