કુંભમેળા દરમ્યાન શિરડી ઍરપોર્ટ પર વિમાનની પાર્કિંગની સુવિધામાં વધારો થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી વર્ષે નાશિકમાં થનારા કુંભમેળાને ધ્યાનમાં રાખીને ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે શિરડી ઍરપોર્ટ પર વિમાનના પાર્કિંગની સુવિધામાં વધારો કરવાનો નિર્દેશ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે મહારાષ્ટ્ર ઍરપોર્ટ ડેવલપમેન્ટ કંંપનીના ડાયરેકટર બોર્ડ સાથે શુક્રવારે બેઠક યોજી હતી, એ દરમ્યાન નાશિક અને પરિસરમાં આગામી કુંભમેળાની પાર્શ્ર્વભૂમિ પર શિરડી ઍરપોર્ટનું બાકી રહેલું કામ નક્કી કરેલી મુદત પર પૂર્ણ કરવાનું તેમ જ ઍરપોર્ટ પરના વિમાનના પાર્કિંગની સુવિધામાં વધારો કરવાનો તેમણે નિર્દેશ આપ્યો હતો.
આ પણ વાંચો : નાશિક કુંભમેળાની તારીખોની જાહેરાત 31 ઓક્ટોબર 2027થી ધ્વજારોહણ સાથે કુંભની શરૂઆત
બેઠક દરમ્યાન મુખ્ય પ્રધાને શિરડીમાં વિમાનના પાર્કિંગના દર અન્ય ઍરપોર્ટની સરખાણીમાં ઓછા રાખવાની સૂચના પણ આપી હતી. શિરડીનું મહત્ત્વ અને આગામી સમયમાં ભક્તોની સંખ્યામાં થનારા વધારને ધ્યાનમાં રાખીને ઍરપોર્ટ નજીક ફાઈવસ્ટાર હોલટની સુવિધા હોવી આવશ્યક હોઈ તે માટે જગ્યા નક્કી કરીને જાણીતી હોટલ કંપનીઓને આમંત્રણ આપવાનો નિર્દેશ પણ તેમણે આપ્યો હતો.