નેશનલમહારાષ્ટ્ર

NEET-PG પરીક્ષા રદ કરવા મુદ્દે શરદ પવારના જૂથે શિક્ષણ પ્રધાનનું માગ્યું રાજીનામું

મુંબઈઃ નીટ-પીજી (NEET-PG)ની પ્રવેશ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ) દ્વારા આ મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરવામાં આવી છે અને સરકાર પરીક્ષાર્થીઓ-ઉમેદવારોના જીવન સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત શરદ પવાર જૂથે પરીક્ષા પ્રક્રિયામાં થયેલા છીંડાને પગલે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી પણ કરી હતી.

આ પણ વાંચો: NEET-UG પેપરલિકને લઈને CBIએ નોંધી પ્રથમ FIR

શરદ પવાર જૂથના રાષ્ટ્રીય પ્રવક્તા સાયડલ ક્રેસ્ટોએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે સરકાર પોતાની ફરજ બજાવવામાં ચૂકી ગઇ છે અને વિદ્યાર્થીઓના જીવન અને તેમના ભવિષ્ય સાથે રમત રહી છે.

શનિવારે કેન્દ્રીય આરોગ્ય ખાતા દ્વારા નીટ-પીજીની એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે પ્રવેશ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રવિવારે યોજાનારી પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર ઉઠેલા સવાલો બાદ સાવચેતીના પગલાંરૂપે રદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલના જ દિવસોમાં રાષ્ટ્રીયસ્તરે યોજાતી આ ચોથી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષા છે, જે વિવાદમાં સપડાઇ છે.

આ પણ વાંચો: NEET-UG પેપર લીક અને ગેરરીતિ કેસની તપાસ CBIને સોંપવામાં આવી

આ વિવાદને પગલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ના ડાયરેક્ટર જનરલ સુબોધ સિંહની હકાલપટ્ટી પણ કરવામાં આવી હતી. નીટ અને નેટની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને પગલે તેમની હકાલપટ્ટી કરવામાં આવી હતી. જોકે ક્રેસ્ટોએ ધર્મેન્દ્ર પ્રધાન પોતે ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા છતાં રાજીનામું ન આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ક્રેસ્ટોએ જણાવ્યું હતું કે તેમણે દેશમાં યોજાનારી પરિક્ષા પ્રક્રિયાઓમાં થયેલી ગેરરીતિઓ અને છીંડા બદલ જવાબદારી સ્વીકારીને શિક્ષણ પ્રધાન તરીકે રાજીનામુ આપવું જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button