આમચી મુંબઈમહારાષ્ટ્ર

લો બોલો! શરદ પવારે માન્યો ગૌતમ અદાણીનો આભાર… જાણો છો કેમ?

મુંબઇ: એક તરફ ઇન્ડિયા ગઠબંધનનો ભાગ ગણાતા કોંગ્રેસ અને શિવસેના સતત અદાણી ગ્રુપ અને અદાણી ગ્રુપના પ્રમુખ ગૌતમ અદાણીની ટીકા કરતાં હોય છે ત્યા બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનનો જ ભાગ ગણાતા રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરદ પવાર હાલમાં ગૌતમ અદાણની તરફેણ કરી વારંવાર તેમની પ્રશંસા કરતાં દેખાય છે. હાલમાં જ બારામતીની વિદ્યા પ્રતિષ્ઠાન સંસ્થાના એન્જિનિયરિંગ વિભાગમાં રોબોટિક્સ લેબના ઉદઘાટન સમારંભમાં શરદ પવારે ગૌતમ અદાણીનો આભાર માન્યો હતો.

શરદ પવારે કહ્યું કે, ટેકોનોલોજીને કારણે એન્જિનિયરિંગ ક્ષેત્રે ઝડપી બદલાવ આવી રહ્યાં છે. આ ઝડપી બદલાવો સ્વિકારીને તેની સાથે ચાલનારો વર્ગ ઊભો કરવાની હવે જરુર છે. નવી ટેક્નોલોજીને અનુસરનારા એન્જિનિયર્સની દેશ-વિદેશમાં ખૂબ માંગ છે. જેને ધ્યાનમાં રાખીને બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન એન્જિનિયરિંગ કોલેજમાં લગભઘ ચાર હજાર ચોરસ ફૂટના ગ્રામીણ વિસ્તારમાં પહેલી સ્માર્ટ ફેક્ટરી શરુ કરવાના કામની આજે શરુઆત થઇ છે. એ ખરેખર ખૂબ સારી વાત છે.


શરદ પવારે વધુમાં કહ્યું કે, આ પ્રોજેક્ટ માટે 25 કરોડ રુપિયાનું રોકાણ લાગશે. સિફોટેક કન્સ્ટ્રક્ષન કંપનીએ 10 કરોડ રુપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે. તેમનો હું ખૂબ આભારી છું. ગૌતમ અદાણીનું નામ અહીં લેવું રહ્યું. તેમણે 25 કરોડ રુપિયાનો ચેક સંસ્થાને મોકલ્યો છે. આ બંનેની મદદને કારણે આપણે અહીં આ હાઇટેક લેબ બનાવી શકીએ છીએ. એવું કહીને શરદ પવારે ગૌતમ અદાણીની પ્રશંસા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker