સાંગલી જિલ્લામાં શક્તિપીઠ હાઈવે: વળતર જાહેર કરવા ખેડૂતોની માંગણી

સાંગલી: સાંગલી જિલ્લાના કેટલાક ગામોએ શક્તિપીઠ હાઇવેને સમર્થન જાહેર કર્યું છે એ ખરું, પણ ખેડૂતોને કેટલું વળતર ચૂકવાશે એની જાહેરાત સરકારે પહેલા કરવી જોઈએ એવું વલણ સ્પષ્ટ કરી જણાવવામાં આવ્યું છે કે ત્યારબાદ જ બાકીના વિરોધ કરી રહેલા ગામો પોતાનું વલણ જાહેર કરશે. આ માંગ માટે શનિવારે 18 ડિસેમ્બરે આંકલી ખાતે રત્નાગિરી – નાગપુર હાઈવે પર રસ્તા રોકોનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :Assembly Election: સાંગલીમાં દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી માટે શું કહ્યું?
બે દિવસ પહેલા નવનિયુક્ત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં સાંગલી જિલ્લા સુધીના શક્તિપીઠ હાઈવેને સમર્થન જાહેર કરી જણાવ્યું હતું કે જ્યાં વિરોધ હશે ત્યાં ડ્રોઈંગમાં ફેરફાર કરવામાં આવશે. કેટલાક સ્થળે ફ્લાયઓવર બનાવવામાં આવશે. આ પાર્શ્વભૂમિ પર વિરોધ કરી રહેલા ગામોએ આજે પોતાનું વલણ નરમ બનાવી સરકાર વળતરની જાહેરાત પહેલા કરે તેવી માગણી કરી હતી. ત્યારબાદ જ બાકીના વિરોધ કરી રહેલા ગામો પોતાનું વલણ જાહેર કરશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.