મહારાષ્ટ્ર

મહિલા, બે સગીરાનું જાતીય શોષણ: છ જણ સામે ગુનો દાખલ

નાગપુર: મહિલા, તેની ચાર વર્ષની પુત્રી અને બે સગીરાનું અપહરણ અને જાતીય શોષણ કરવા બદલ બે મહિલા સહિત છ જણ સામે પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એએચટીયુ) દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે બુધવારે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આરોપીઓ પીડિતોને ગુજરાત લઇ ગયા હતા, જ્યાં એકનાં લગ્ન બળજબરીથી પુરુષ સાથે કરાવવામાં આવ્યાં હતાં.

ફરિયાદ અનુસાર શહેરની રહેવાસી નંદા પૌનીકર અને મંગલા વારકડેએ 26 વર્ષની મહિલા અને 17 વર્ષની બે સગીરાને નોકરી અપાવવાનું આશ્ર્વાસન આપી તેમને ગુજરાત જવા માટે પ્રેરિત કરી હતી. 26 જુલાઇએ મહિલા તેની પુત્રી અને બંને સગીરા સાથે રાજકોટ પહોંચી હતી.

મહિલાનાં લગ્ન સંતોષ (30) નામના સફાઇ કર્મચારી સાથે કરાવવામાં આવ્યાં હતાં અને બાદમાં ચારેયને જામનગર મોકલાયા હતા. 26 જુલાઇ અને 7 સપ્ટેમ્બર વચ્ચે સંતોષ, તેના બે ભાઇ ગોલુ (21) અને પ્રતીકે (19) મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનું જાતીય શોષણ કર્યું હતું. તેની પુત્રી પણ જાતીય હુમલાનો ભોગ બની હતી, જ્યારે તેમની સાથે આવેલી બે સગીરાને પણ જાતીય શોષણનો સામનો કરવો પડ્યો હતો.

મહિલા, તેની પુત્રી અને બંને સગીરા ત્યાંથી ભાગી છૂટ્યા બાદ નાગપુર પાછી ફરી હતી. બાદમાં મહિલાએ યશોધરા નગર પોલીસ સ્ટેશનમાં જઇને આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદને આધારે પોલીસે છ જણ સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button