મહારાષ્ટ્ર

ભંડોળમાં ગેરરીતિ: સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના સેક્રેટરીની ધરપકડ

પુણે: પ્રતિષ્ઠિત ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ (જીઆઇપીઇ)ની પિતૃ સંસ્થા સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી (એસઆઇએસ)ના ભંડોળની ઉચાપત તેમ જ છેતરપિંડી આચરવા બદલ પુણેમાં ડેક્કન જિમખાના પોલીસે સોસાયટીના સેક્રેટરીની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

જીઆઇપીઇના ડેપ્યુટી રજિસ્ટ્રારની ફરિયાદને આધારે સેક્રેટરી મિલિંદ દેશમુખની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. એસઆઇએસ માટે જમીન ખરીદીને નામે જીઆઇપીઇના 1.5 કરોડ રૂપિયાના ભંડોળની ઉચાપત કરવામાં આવી હતી, 2022-23માં સામે આવી હતી.



સંસ્થાનાં કથળતાં શૈક્ષણિક ધોરણો અને તાજેતરની એનએએસી એક્રિડિટેશન કવાયતમાં ‘બી’ ગ્રેડ મળ્યા બાદ એસઆઇએસમાંથી તેના ચાન્સેલર અને ઇએસ-પીએમ મેમ્બર સંજીવ સન્યાલને જીઆઇઇપીમાંથી દૂર કરાયા હતા. ત્યાર બાદ વિવાદ ઊભો થતાં તેમને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આરંભમાં સન્યાલે એસઆઇએસ પ્રમુખ દામોદર સાહુને પત્ર લખીને જીઆઇપીઇમાં વિવાદો અને નાણાકીય ઉચાપતના આરોપો વર્ષોથી થઇ રહ્યા છે તે તરફ ધ્યાન દોર્યું હતું.

ચાન્સેલર તરીકે દૂર કર્યા બાદ સન્યાલે કહ્યું હતું કે સંસ્થાનો એનએએસી એક્રિડિટેશનમાં નબળો ગ્રેડ અગાઉની આગેવાનોની કામગીરી પ્રતિબિંબિત કરે છે, કારણ કે પોતે ચાન્સેલરના હોદ્દા પર નહોતા ત્યારે આ ગરબડ થઇ હોવાનું ડેટા સ્પષ્ટ રીતે બતાવે છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button