પુણેમાં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરના ખરાડી વિસ્તારમાં ગુરુવારે વાહનમાં આગ લાગવાથી સ્કૂલ બસમાં સવારે ૧૫ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો: સીપી ટેન્કમાં બંધ બંગલામાં આગ: કોઈ જાનહાનિ નહીં
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તુલજા ભવાની નગર વિસ્તારમાં બપોરે ૨.૪૫ વાગ્યાની આસપાસ બસ વિદ્યાર્થીઓને શાળા બાદ ઘરે મુકવા જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ડ્રાઈવર વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે તેણે બસમાંથી ધુમાડો નીકળતો જોયો. તેણે તરત જ બસને રોકી અને રહેવાસીઓની મદદથી વિદ્યાર્થીઓને બસમાંથી નીચે ઉતાર્યા. ત્યારબાદ ડ્રાઇવરે આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખી બસમાં આગ પ્રસરી ગઈ હતી અને બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: કોટામાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઇ, એકનું મોત, 50 ઘાયલ…
ફાયર ટેન્ડરોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી, તેમણે ઉમેર્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું મનાય છે. પરંતુ ચોક્કસ કારણની શોધ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.