આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહિલા મતદારોને લક્ષ્ય બનાવતી યોજનાઓ 2-3 મહિનામાં પૂરી થઈ જશે: ઉદ્ધવ ઠાકરે

છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એકનાથ શિંદે સરકાર પર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં મહિલા મતદારોને મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના સાથે લલચાવવાનો આરોપ મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પહેલ બેથી ત્રણ મહિનામાં બંધ થઈ જશે.

છત્રપતિ સંભાજીનગરમાં પક્ષના કાર્યકરોને સંબોધતાં તેમણે ખેડૂતોના વીજ બિલો માફ કરવાની સરકારની યોજનાની જાહેરાતને અનુરૂપ કૃષિ લોન માફ કરવાની તેમની માગણી નવેસરથી ઉપાડી હતી. ઠાકરેએ ભાજપ પર મહારાષ્ટ્રમાં જાતિઓ વચ્ચે દ્વેષ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: MLC Election: મહાવિકાસ આઘાડીના પક્ષોની થશે જીતઃ ઉદ્ધવ ઠાકરે

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એવી માગણી કરી હતી કે કેન્દ્ર અને અન્ય પછાત વર્ગોના હિતોને નુકસાન પહોંચાડ્યા વિના મરાઠા અને અન્ય સમુદાયો માટે આરક્ષણની સુવિધા માટે સંસદમાં કાયદો પસાર કરીને 50 ટકા અનામતની મર્યાદામાં વધારો કરવામાં આવે.

રાજ્યમાં ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. ચૂંટણી પહેલાં મહિલા મતદારોને લલચાવવાનું આ એક ષડયંત્ર છે. આ યોજનાઓ માત્ર બે-ત્રણ મહિનાની છે. તેમની (સત્તાધારી ગઠબંધન) સરકાર સત્તામાં પુનરાગમન કરવાની નથી અને જો તેઓ પરત આવશે તો પણ યોજનાઓ સંકેલી લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને ટોણો: કેટલાકે અઢી વર્ષ પહેલાં જ લાડકા બેટા યોજના લાગુ કરી

ગયા અઠવાડિયે વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં અનેક રાહતોની જાહેરાત કરી હતી. પવારે મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના (મહિલાઓને ત્રણ મફત સિલિન્ડર આપવાનો ઉદ્દેશ્ય), મુખ્યમંત્રી યુવા કાર્યપ્રશિક્ષણ યોજના, મુખ્ય મંત્રી કૃષિ પંપ યોજના તેમજ મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના (જેમાં 21-60 વયજૂથની લાયકાત ધરાવતી મહિલાઓને દર મહિને રૂ. 1,500ની રોકડ રકમ મળશે)ની અને મહિલાઓને મફત શિક્ષણ આપવા માટેની યોજનાની જાહેરાત કરી હતી.

યોજનાઓ જાહેર કરવામાં આવી રહી છે પરંતુ જ્યારે તેમના અમલની વાત આવે છે ત્યારે રાજ્યની તિજોરીમાં દુકાળ છે. સરકાર આ યોજનાઓ દ્વારા તેના પાપોને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે એવો આરોપ ઠાકરેએ લગાવ્યો હતો. તાજેતરની લોકસભાની ચૂંટણીઓના પરિણામો વિશે બોલતાં ઠાકરેએ કહ્યું હતું કે ઔરંગાબાદ, રાયગઢ અને રત્નાગીરી-સિંધુદુર્ગમાં તેમની પાર્ટીના ઉમેદવારોની હાર તેમને કાળજે ઘા કરી ગઈ છેે. તેમણે કાર્યકરોને છત્રપતિ સંભાજીનગરથી પક્ષના ઉમેદવાર ચંદ્રકાંત ખૈરેની હાર પાછળનું કારણ મતદારોને પૂછવા વિનંતી કરી હતી. ઠાકરેએ કહ્યું કે ઔરંગાબાદમાં શિવસેનાના નેતા સાંદીપન ભુમરેની જીત તેમની પાર્ટીનું નામ અને પ્રતીક ચોરી કરીને હાંસલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Legislative Council ઈલેક્શન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આપ્યું આ નિવેદન

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને સ્વીકાર્યું હતું કે શિવસેના (યુબીટી) ના સળગતી મશાલના પ્રતીકને લોકસભા ચૂંટણીમાં અસરકારક રીતે લોકો સુધી પહોંચી શક્યા નથી. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના સ્વાભિમાનને બચાવવા માટે વિધાનસભાની ચૂંટણી પૂરી તાકાતથી લડવામાં આવશે. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત