મહારાષ્ટ્ર

બોલો, MLAના ગળામાં વાઘનો દાંત જોવા મળ્યો, પછી શું કરી નાખ્યો મોટો દાવો?

મુંબઈ: નેતાઓ દ્વારા આપવામાં આવતા વિવાદાસ્પદ નિવેદનો અવારનવાર લાઈમલાઈટમાં રહે છે અને આવું જ એક ચોંકાવનારું નિવેદન શિવસેનાના વિધાનસભ્ય (MLA)એ આપ્યું છે. પોતે વાઘનો શિકાર કર્યો હોવાનો ચોંકાવનારો દાવો એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય ગાયકવાડે કર્યો છે.

વિદર્ભના બુલઢાણા બેઠક પરથી વિધાનસભ્ય બનેલા સંજય ગાયકવાડનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે દાવો કરતા દેખાય છે કે તેમણે 37 વર્ષ અગાઉ વાઘનો શિકાર કર્યો હતો.

વીડિયોમાં તે પોતાના ગળામાં પહેરેલી વસ્તુ દેખાડતા કહે છે કે આ વાઘનો દાંત છે. 1987માં મેં તેનો શિકાર કર્યો હતો અને આ કાઢ્યો હતો.

સંજય ગાયકવાડ પોતાના ચર્ચાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. તેમનો આ વીડિયો સોમવારે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ એટલે કે શિવ જયંતિ નિમિત્તનો હોવાનું કહેવાય છે. આ વીડિયો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મુખપત્ર સામના દ્વારા સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે વાઘનો શિકાર કરવો તે વર્ષ 1987ની સાલના અનેક વર્ષો પહેલા જ ગુનાપાત્ર બનાવવામાં આવ્યું હતું. એટલે કે ગાયકવાડનું આ નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે જો વીડિયો ખરો હોય અને તેમાં કહેવામાં આવેલી વાત સાચી હોય તો તેઓ પોતે ગુનો કર્યો હોવાનું કબૂલે છે તેવું સાબિત થાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button