ડોક્ટરની આત્મહત્યા: મહિલા આઈપીએસ અધિકારીના નેતૃત્વમાં તપાસ કરવાની માંગણી…

છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં મહિલા ડોક્ટરની કથિત આત્મહત્યાની તપાસ માટે મહિલા આઈપીએસ અધિકારીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવે એવી માંગણી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વિધાન સભ્ય ધનંજય મુંડેએ કરી છે.
રવિવારે બીડ જિલ્લામાં ડોક્ટરના વતનમાં તેમના પરિવારના સભ્યોને મળ્યા બાદ સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ભૂતપૂર્વ રાજ્ય પ્રધાને સાતારા પોલીસને તપાસથી દૂર રાખવાની માંગ પણ કરી હતી. મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના બીડ જિલ્લાના વતની અને સાતારા જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવેલા ડોક્ટરનો મૃતદેહ 23 ઓક્ટોબરની રાત્રે ફલટણ શહેરની એક હોટલના રૂમમાં લટકતો મળી આવ્યો હતો.
હથેળી પર લખેલી સ્યુસાઇડ નોટમાં ડોકટરે આરોપ કર્યો હતો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોપાલ બદાણેએ અનેક વખત તેની પર બળાત્કાર કર્યો હતો, જ્યારે સોફ્ટવેર એન્જિનિયર પ્રશાંત બેંકરે તેની માનસિક સતામણી કરી હતી. શનિવારે સબ ઇન્સ્પેક્ટર અને એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી.
તારામાં પોલીસ અને તબીબી અધિકારીઓએ કરેલી પરેશાની બાદ ડોક્ટરે આત્યંતિક પગલું ભર્યું હોવાનો આરોપ કરી બીડ જિલ્લાના પરલી મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મુંડેએ સવાલ કર્યો હતો કે ‘બે દિવસ પહેલા (આત્મહત્યા પહેલા) ડોક્ટરે તેના પિતરાઈ ભાઈને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જરૂરી જાતિનું પ્રમાણપત્ર માંગ્યું હતું. જો ડોક્ટર ઉચ્ચ અભ્યાસ માંગતા હોય તો આત્મહત્યા કેવી રીતે કરી શકે?’
મુંડેએ વધુમા એમ પણ જણાવ્યું હતું કે ‘મેં મુખ્ય પ્રધાનને એક વરિષ્ઠ મહિલા આઈપીએસ અધિકારીની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બનાવવાની માંગણી કરી (સતારા) જિલ્લાના કોઈ અધિકારી ની સંડોવણી વિના તપાસ કરવામાં આવે એવો આગ્રહ રાખ્યો છે. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે ડોક્ટરના પરિવારના સભ્યો પહોંચે તે પહેલાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કેમ લઈ ગયા હતા અને કહ્યું હતું કે આ અંગે પણ તપાસ થવી જોઈએ.
(પીટીઆઈ)
આ પણ વાંચો…કેટલી હોનહાર હતી આત્મહત્યા કરનારી મહારાષ્ટ્રની મહિલા ડોક્ટર, જાણો તેનાં ઉપરી પાસેથી



