મહારાષ્ટ્ર

નાગપુરને કારણે અમે જેલમાં ગયા: સંજય રાઉત

નાગપુર: શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉત બે દિવસથી નાગપુરની મુલાકાતે આવ્યા છે. રવિવારે તેમણે કહ્યું હતું કે હું અને અનિલ દેશમુખ બંને એક જ સમયે કારાવાસમાં હતા અને તેને માટે નાગપુરના જ એક નેતા જવાબદાર હતા.
રવિવારે તેમણે અનિલ દેશમુખની મુલાકાત લીધી હતી અને ભાજપના નેતાની નામ લીધા વગર આકરી ટીકા કરી હતી અને અનિલ દેશમુખ અને તેમને જેલમાં મોકલવા માટે નાગપુર કેવી રીતે જવાબદાર છે તે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે હું અને અનિલ દેશમુખ એક જ સમયે જેલમાં હતા અને આવી સ્થિતિનો સામનો અમને ભાજપના નાગપુરના એક નેતાને કારણે અમારે કરવો પડ્યો હતો. દેશમુખ મારા સારા મિત્ર છે. અમે જે કઠિન પરિસ્થિતિ અને આકરા દિવસો કાઢ્યા તે ઘણા ભયંકર હતા. અમે એકબીજાનો આધાર હતા. અમે આટલા દિવસો જેલમાં કાઢ્યા તેની પાછળ નાગપુરનું ષડયંત્ર હતું.

તેમણે એવો દાવો કર્યો હતો કે વિદર્ભની 62માંથી પંચાવન બેઠક પર મહાવિકાસ આઘાડીનો વિજય થશે. વિદર્ભનું ચિત્ર મહાવિકાસ આઘાડી માટે અનુકૂળ છે. મહાવિકાસ આઘાડીના નેતાઓની એક બેઠક તાજેતરમાં જ મુંબઈમાં યોજાઈ ગઈ. તેમાં બધા જ ઘટકપક્ષોના નેતાઓએ બેઠકોની વહેંચણી સહમતી સાધીને બેઠકોની વહેંચણી કરવાનું નક્કી કર્યું છે, આથી કોઈ વિવાદ થશે નહીં.

ભાજપ ચૂંટણી કરાવવામાં ડરી રહી છે એવો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રની જનતા ચૂંટણી ઈચ્છી રહી છે, પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીર તેમ જ હરિયાણાની ચૂંટણીઓ જાહેર કરી છે, પરંતુ મહારાષ્ટ્રની ચૂંટણીની જાહેરાત કરી નથી.

આ પણ વાંચો : Maharstra election: ઉદ્ધવ ઠાકરે ફરીથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે, સંજય રાઉતનો દાવો

તેમણે એવો દાવો કર્યો હતો કે નાગપુર ગ્રામીણની રામટેક બેઠક શિવસેનાનો ગઢ હતી, પરંતુ આ બેઠક કૉંગ્રેસને છોડવામાં આવી હતી અને શિવસેનાએ પોતાની પૂરી તાકાત લગાવી હોવાથી કૉંગ્રેસ બેઠક જીતી શકીહતી. તેમના આ દાવા સાથે રામટેક વિધાનસભા બેઠક પર શિવસેના (યુબીટી)નો દાવો આવ્યો છે અને વિધાનસભાની ચૂંટણી વખતે આ બેઠક પર વિવાદ થવાની શક્યતા જોવાઈ રહી છે. હિંગણા મતદારસંઘમાં પણ વિવાદ થવાની શક્યતા જોવાઈ રહી છે, કેમ કે અહીં પણ શિવસેના (યુબીટી) તરફથી સંજય રાઉતનો દાવો છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં નાગપુર જિલ્લાની છએ છ બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર ઊભા રાખશે એવી જાહેરાત નીતિન રાઉત કરી ચૂક્યા છે. નાગપુર શહેરમાં પણ દક્ષિણ અને પૂર્વ નાગપુરની બેઠકો શિવસેના (યુબીટી)એ માગી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button