મહારાષ્ટ્ર

ડિવોર્સ બાદ ઓફર કરવામાં આવેલી 200 કરોડની એલિમની ઠુકરાવી હતી આ એક્ટ્રેસે…

હાલમાં જ ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી વર્મા (Dhanshree Verma)ના ડિવોર્સ થયા છે અને ડિવોર્સ બાદ ચહલ દ્વારા ધનશ્રીને આપવામાં આવેલી એલિમની સૌથી વધુ ચર્ચાનું કારણ બન્યું છે.

ચહલે ડિવોર્સ બાદ ધનશ્રીને એલિમની તરીકે 4.75 કરોડ રૂપિયા આપ્યા છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું સાઉથની એક એવી એક્ટ્રેસ વિશે કે જેણે પતિ તરફથી આપવામાં આવેલી 200 કરોડ રૂપિયાની એલિમની ઠુકરાવી દીધી હતી. ચાલો આજે તમને આ એક્ટ્રેસ વિશે જણાવીએ-

યુઝવેન્દ્ર ચહલે ડિવોર્સ બાદ ધનશ્રી વર્માને 4.75 કરોડની એલિમની આપી છે, પણ આ બધા વચ્ચે સામંથા રૂથ પ્રભુના લોકો વખાણ કરી રહ્યા છે. નાગા ચૈતન્ય દ્વારા ડિવોર્સ બાદ સામંથા રૂથ પ્રભુને 200 કરોડ રૂપિયાની એલિમની ઓફર કરવામાં આવી હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. પરંતુ સામંથા રૂથ પ્રભુએ એક રૂપિયો પણ લેવાનો ઈનકાર કરી દીધો હતો.

આપણ વાંચો: છુટું પડ્યું આ સેલિબ્રિટી કપલ, એલિમનીમાં ઈન્ડિયન ક્રિકેટર પત્નીને આપશે આટલી રકમ…

લગ્નના ચાર વર્ષ બાદ જ ડિવોર્સની જાહેરાત

નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુના લગ્ન 2017માં થયા હતા, પણ લગ્નના ચાર વર્ષ બાદ જ કપલે અલગ થવાનું નક્કી કર્યું હતું અને 2021માં તેમણે ડિવોર્સની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નાગા ચૈતન્યએ સામંથાને ડિવોર્સ બાદ 200 કરોડ રૂપિયાની એલિમની ઓફર કરી હતી.

પરંતુ એક્ટ્રેસે આ એલિમની લેવાનો ઈનકાર કર્યો હતો. થોડાક સમય બાદ બીજો એક અહેવાલ સામે આવ્યો જેમાં નાગાએ તેને 50 કરોડ રૂપિયાની એલિમની ઓફર કરી હતી, પરંતુ એક્ટ્રેસ ટસની મસ ના થઈ.

આપણ વાંચો: આ બે સુંદરીને ક્રિકેટર સાથે થયો હતો પ્રેમ, ધનશ્રી અને ચહલની માફક લીધા હતા છૂટાછેડા

પૈસા કરતાં પ્રેમની હતી જરૂર

નાગા ચૈતન્ય સાથેના ડિવોર્સ બાદ સામંથા રૂથ પ્રભુ ઈમોશનલી તૂટી ગઈ હતી અને તે ખૂબ જ બીમાર પણ પડી હતી. આ સમયે એક્ટ્રેસને પૈસા કરતાં પણ પ્રેમની વધારે જરૂર હતી.

આ સમયે જ સામંથાને ઓટો ઈમ્યુન ડિસીઝ થયો હોવાની માહિતી પણ સામે આવી હતી, જેને કારણે તેણે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. હવે સામંથા કામ પર પાછી ફરી છે અને તે વરુણ ધવન સાથે સિટાડેલ હની બનીમાં જોવા મળી હતી.
સ્વાભિમાનથી વધારે કંઈ જ નથી

સામંથા રૂથ પ્રભુ માટે પોતાના સ્વાભિમાનથી વધારે કંઈ જ થી. ધનશ્રી અને ચહલના ડિવોર્સ બાદ સોશિયલ મીડિયા પર એલિમની એ ચર્ચાનું કારણ બની છે. 200 કરોડની એલિમની ઠુકરાવવાના અહેવાલો સામે આવતા જ યુઝર્સ સામંથા એક સ્વાભિમાની અને ઈન્ડિપેન્ડન્ટ મહિલા છે એવી ટિપ્પણી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button