ક્રિકેટર-એક્ટર સલિલ અંકોલાની માતા ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી

પુણે: ભૂતપૂર્વ ક્રિકેટર સલિલ અંકોલાની 77 વર્ષની માતા પુણેના તેના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેનું ગળું ચીરાયેલું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટીએ ઇજાઓ જાતે કરેલી હોવાનું લાગે છે.
પુણેમાં ડેક્કન જિમખાના વિસ્તારના પ્રભાગ રોડ પર આવેલી ઇમારતના ફ્લેટમાં શુક્રવારે બપોરના માલા અશોક અંકોલા (77) મૃત અવસ્થામાં મળી આવી હતી.
નોકરાણીએ વારંવાર દરવાજો ખટખટાવ્યા છતાં અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. આથી તેણે સંબંધીઓને જાણ કર્યા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી.
દરમિયાન ફ્લેટનો દરવાજો ખોલવામાં આવતાં માલા અંકોલા મૃત મળી આવી હતી અને તેનું ગળું ચીરાયેલું હતું. પ્રાથમિક દ્રષ્ટીએ એવું લાગે છે કે ઇજાઓ જાતે કરેલી છે. જોકે અમે તમામ પાસાંની તપાસ કરી રહ્યા છીએ, એમ ડીસીપી (ઝોન-1) સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું.
મૃતદેહને પોસ્ટમોર્ટ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી. માલા અંકોલા કોઇ માનસિક બીમારીથી પીડાતી હતી, એમ ગિલે કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સલિલ અંકોલાએ 1989 અને 1997 દરમિયાન એક ટેસ્ટ અને 20 વન-ડે મેચ રમી હતી. ફાસ્ટ-મીડિયમ બોલરે બાદમાં ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અભિનય કર્યો હતો. (પીટીઆઇ