કાકા શરદ પવારના પક્ષમાં અજિત પવાર આવી ગયા અને સદાભાઉ ખોતને શું કહ્યું?
પુણેઃ મહારાષ્ટ્રમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારમાં તેજી આવી છે. પણ ત્રણ-ચાર પક્ષોની યુતિઓમાં નેતાઓ જ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બુધવારે જ્યારે મહાયુતિમાં ઘટક પક્ષના નેતા સદાભાઉ ખોતે શરદ પવારની ટીકા કરી ત્યારે અજિત પવારે તેમને અલ્ટિમેટમ આપ્યું હતું, જે સમયે સદાભાઉ ખોતે શરદ પવાર પર નિશાન સાધ્યું તે દરમિયાન ફડણવીસ પણ મંચ પર હાજર હતા. આ બંને જાટમાં ભાજપના ઉમેદવાર ગોપીચંદ પડલકરની રેલીમાં ભાગ લેવા આવ્યા હતા.
ખોતની ટિપ્પણીના કલાકોમાં એનસીપીના વડા અજિત પવારે તેમના ‘એક્સ’ હેન્ડલ પર પોતાનો વિરોધ નોંધાવ્યો. અજિત પવારે લખ્યું, ‘સદાભાઈ ખોતનું વરિષ્ઠ નેતા પવાર સાહેબ વિરુદ્ધનું નિવેદન ખોટું છે. અમે શરદ પવાર સાહેબ વિરુદ્ધ આવી અંગત ટિપ્પણીને સમર્થન આપતા નથી.’ અજિત પવારે આગળ લખ્યું, ‘આ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. એનસીપી વતી હું આ નિવેદનનો વિરોધ કરું છું. એનસીપી ભવિષ્યમાં પવાર સાહેબ વિરુદ્ધ આવી અપમાનજનક ટિપ્પણીને સહન કરશે નહીં.
સદાભાઉ ખોત ઘણા વર્ષોથી ખેડૂત નેતા રાજુ શેટ્ટીના સ્વાભિમાની શેતકરી સંગઠન સાથે જોડાયેલા હતા. તેમને શેટ્ટી સાથે મતભેદો થતાં તેમણે રાયત ક્રાંતિ સંસ્થાની સ્થાપના કરી હતી. ખોતે શરદ પવારના શરીરને લઈને કટાક્ષ કર્યો હતો. જો કે, સદાભાઉ ખોત પોતે આ ટિપ્પણી માટે ટ્રોલ થયા હતા.
આ પણ વાંચો : ‘મહાયુતિ’ એક્શનમાંઃ શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ પાર્ટીમાંથી સસ્પેન્ડ
સદાભાઉ ખોતે કહ્યું, ‘ઓ પવાર સાહેબ, તમારા જમાઈએ કારખાનાઓ, બેંકો અને ઉદ્યોગોને બરબાદ કરી દીધા છે. તેમ છતાં, તેઓ તેમના ભાષણમાં કહે છે, ‘હું મહારાષ્ટ્ર બદલવા માંગુ છું, હું મહારાષ્ટ્રનો ચહેરો બદલવા માંગુ છું…તમારો ચહેરો શું છે? શું તમે તમારો ચહેરો જોવા માંગો છો? તમને કેવો ચહેરો જોઈએ છે?’.
સદાભાઉ ખોતનો યુ-ટર્નઃ ‘રાજકીય ચહેરાની વાત કરી…
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારનો રંગ ચઢવા લાગ્યો છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડી દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યો છે. મહાયુતિના સાથીપક્ષ રયત ક્રાંતી સંગઠનના સદાભાઉ ખોતે તાજેતરમાં શરદ પવારની શારીરિક તકલીફ પર કરેલી ટિપ્પણી ચર્ચામાં આવી છે અને સદાભાઉ ખોતે પોતાના નિવેદન પર દિલગીરી પણ વ્યક્ત કરી છે.
સદાભાઉ ખોતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ‘મને કોઇ પણ બીમારી, વ્યંગ પર બોલવાનું નહોતું. મારા નિવેદનને કારણે કોઇની લાગણી દુભાઇ હોય તો હું મારા શબ્દો પાછા ખેંચુ છું અને દિલગીરી વ્યક્ત કરું છું. મને રાજકીય અને સામાજિક ચહેરા બદલ બોલવાનું હતું. પચાસ વર્ષથી ખેડૂતો અને ગ્રામીણ શ્રમજીવીઓની હાલત કપરી બની છે. તેથી વિસ્થાપિતોી સામે અમે ૪૦ વર્ષથી લડત ચલાવી રહ્યા છે. ઘણું સહન કરી રહ્યા છીએ અને અનેકે જીવ પણ ગુમાવ્યા છે. અમારી લડાઇ ન્યાય મેળવવા માટેની હતી.’