રોહિત પવારે ‘વિવાદાસ્પદ’ પ્રધાનો અને હિન્દુત્વ પર શાસક પક્ષોની ટીકા કરી | મુંબઈ સમાચાર

રોહિત પવારે ‘વિવાદાસ્પદ’ પ્રધાનો અને હિન્દુત્વ પર શાસક પક્ષોની ટીકા કરી

છત્રપતિ સંભાજીનગર: એનસીપી (એસપી)ના નેતા રોહિત પવારે ગુરુવારે મહારાષ્ટ્ર સરકારના કેટલાક પ્રધાનોની વિવાદોમાં સપડાવા બદલ ટીકા કરી હતી. તેમ જ પાર્ટીના કાર્યકરોને સંબોધતા, તેમણે હિન્દુત્વના મુદ્દે શાસક સરકારની ટીકા કરતાં એવો દાવો કર્યો હતો કે ‘અમે જ હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છીએ.’

‘પ્રધાનો વિવાદોમાં ફસાઈ રહ્યા છે. સાંદીપન ભૂમરે દ્વારા દારૂના લાઇસન્સ ટ્રાન્સફર કરવાનું કામ છ કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યું. તે કેવી રીતે થયું, મને ખબર નથી, પરંતુ તે જ સમયે, સામાન્ય નાગરિકોને નાની નાની વાતો માટે સરકારી કચેરીઓમાં વારંવાર જવું પડે છે,’ એવો આરોપ રોહિત પવારે છત્રપતિ સંભાજીનગરમાં આયોજિત પક્ષના કાર્યક્રમમાં કર્યો હતો.

તેમણે ભૂમરેના ડ્રાઇવર સાથે સંકળાયેલા સાલારજંગ જમીન વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘આ ડ્રાઇવરને 160 કરોડ રૂપિયાની જમીન મળી. તે વિશ્ર્વનો સૌથી ધનિક ડ્રાઇવર હોવો જોઈએ.’

આ પણ વાંચો: આટલા વિજેતાના મતોનો આંકડો એકસરખો ? હવે રોહિત પવારે કર્યા EVM પર આક્ષેપો

બીજી તરફ ગુરવારે વહેલી સવારે, મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ પત્રકારોને જણાવ્યું હતું કે સાલારજંગ જમીન કેસની તપાસ કરવામાં આવશે.

શાસક સરકાર પર પ્રહાર કરતા પવારે એવો દાવો કર્યો કે એવી ‘શક્યતા’ છે કે સમુદાયો એકબીજા સાથે લડી શકે છે.
‘તેઓ 50-60 વર્ષથી હિન્દુત્વ વિશે વાત કરે છે, પરંતુ અમે જ હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરીએ છીએ, જે હજારો વર્ષ જૂની છે. હિન્દુ સંસ્કૃતિ આપણને માણસ બનવાનું શીખવે છે,’ એવો દાવો તેમણે કર્યો હતો.

મહારાષ્ટ્રમાં દરરોજ આઠ ખેડૂતો આત્મહત્યા કરે છે તે ભારપૂર્વક જણાવતા, પવારે એવો દાવો કર્યો હતો કે ‘આમાંથી ઓછામાં ઓછા સાત હિન્દુ હશે.’

આ પણ વાંચો: અજિત પવારના પુત્રને આપી ‘વાય પ્લસ’ સિક્યોરિટી, રોહિત પવારે શું કહ્યું?

શું અત્યાચારનો સામનો કરતી મોટાભાગની મહિલાઓ હિન્દુ નથી અને મોટા ભાગના બેરોજગાર યુવાનો હિન્દુ નથી, એવા આકરા સવાલ તેમણે કર્યા હતા.

શરદ પવારની આગેવાની હેઠળના એનસીપી (એસપી)ના કર્જત જામખેડના વિધાનસભ્ય રોહિત પવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાસક સરકારનું હિન્દુત્વ ફક્ત મત માટે છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button