રોહિત આર્યના અંતિમસંસ્કાર પુણેમાં કરવામાં આવ્યા | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

રોહિત આર્યના અંતિમસંસ્કાર પુણેમાં કરવામાં આવ્યા

પુણે: પવઇના સ્ટુડિયોમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રોહિત આર્યના અંતિમસંસ્કાર પુણેમાં શનિવારે વહેલી સવારે કરવામાં આવ્યા હતા.

પચાસ વર્ષના આર્યએ 10થી 12 વર્ષની વયના 17 બાળકો સહિત 19 જણને સ્ટુડિયોમાં બંધક બનાવ્યા હતા અને ત્રણ કલાક ચાલેલા બંધક ડ્રામા બાદ પોલીસે તમામ બાળકોને છોડાવ્યા હતા, જ્યારે આર્ય માર્યો ગયો હતો.

આ પણ વાંચો : પવઇ બંધક ડ્રામા: રોહિત આર્યએ 80,000 શાળાઓમાંથી ગેરકાયદે ચાર કરોડ રૂપિયા એકઠા કર્યા હતા…

આર્યના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની જે. જે. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને બાદમાં મૃતદેહને પુણે લઇ જવામાં આવ્યો હતો. આર્યની પત્ની, પુત્ર તથા પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં તેના અંતિમસંસ્કાર કરાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આર્ય કેટલાક સમયથી પુણેમાં રહેતો નહોતો. પ્રારંભિક માહિતી સૂચવે છે કે તાજેતરના વર્ષોમાં તેનો તેના પરિવાર સાથે ઓછો સંપર્ક હતો. (પીટીઆઇ)

આ પણ વાંચો : મુંબઈમાં 17 બાળકોને ઓડિશનના બહાને બોલાવી બાનમાં લેનારા રોહિત આર્યે ભૂખ હડતાળ પણ કરેલી

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button