બેડ ન્યૂઝઃ મરાઠવાડાના ડેમના જળસ્તરમાં ઘટાડાના અહેવાલ
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં 750 નાની સિંચાઈ યોજનાઓમાં પાણીનું સ્તર ઘટીને 12.92 ટકા થઈ ગયું હતું. નાની સિંચાઈ યોજનાઓમાં ગયા વર્ષે આ જ પાણીનું સ્તર 34.28 ટકા રહ્યું હતું, એવી માહિતી એક અધિકારીએ આપી હતી. 22 માર્ચે છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, હિંગોલી, ધારાશિવ, લાતુર અને પરભણીના આઠ મરાઠવાડા જિલ્લાઓમાં 750 ડેમમાં પાણીના સ્તર બાબતેનો અહેવાલ સિંચાઈ વિભાગે જાહેર કર્યો હતો.
સિંચાઈ વિભાગના અહેવાલ મુજબ 2024માં મરાઠવાડામાં પાણીનો સંગ્રહ 210.91 મિલિયન ક્યુબિક મીટર (એમસીએમ) છે, જે ડેમની આખી ક્ષમતાના 12.92 ટકા જેટલો છે. ગયા વર્ષે આ માહિનામાં પાણીનો સંગ્રહ 578.06 એમસીએમ એટલે કે ડેમની કુલ ક્ષમતાનો 34.28 ટકા રહ્યો હતો. મરાઠવાડામાં પાણીનું સ્તર 34.28 ટકાથી ઘટીને 12.92 ટકા થઈ ગયું છે એટલે કે ગયા વર્ષની સરખામણીને પાણીના સ્તરમાં 21.36 ટકાનો ઘટાડો આવ્યો છે, એવું અધિકારીએ કહ્યું હતું.
આખા મહારાષ્ટ્રમાં સૌથી ઓછો પાણી પુરવઠો જાલના જિલ્લામાં છે, જાલના જિલ્લાના 57 ડેમમાં કુલ મળીને માત્ર 240 એમસીએમ પાણી બચ્યું છે. આ પાણી ધરણની ક્ષમતા સંગ્રહના માત્ર 1.42 ટકા છે. તેમ જ સૌથી વધુ પાણીનો પુરવઠો નાંદેડ જિલ્લાના દરણમાં છે. નાંદેડમાં પાણી પુરવઠો 36.09 ટકા પર છે જે જિલ્લામાં 80 સિંચાઈ પ્રકલ્પનો છે.