ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં ફડણવીસના નેતૃત્વમાં કામ કરતા જોવા મળશે: રવિ રાણા | મુંબઈ સમાચાર

ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં ફડણવીસના નેતૃત્વમાં કામ કરતા જોવા મળશે: રવિ રાણા

મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત અજિત પવાર અને એકનાથ શિંદેના પક્ષોમાં ભંગાણ પડશે એવી આગાહીઓ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અમરાવતીના વિધાનસભ્ય રવિ રાણાએ એવી આગાહી કરી છે કે ઉદ્ધવ ઠાકરે ટુંક સમયમાં ફડણવીસના નેતૃત્વ હેઠળ કામ કરતા જોવા મળશે, જેને કારણે હવે રાજકીય તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.

સંજય રાઉતે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દેશભરમાં બધી પાર્ટીઓને વિભાજીત કરવા માટે ઝનૂની બની ગઈ છે. તેમણે કહ્યું કે ફક્ત અહીં જ નહીં, ચંદ્રાબાબુ અને નીતિશ કુમારના પક્ષો પણ તૂટી જશે. આ અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના સહયોગી અને યુવા સ્વાભિમાન પાર્ટીના વિધાનસભ્ય રવિ રાણાએ સંજય રાઉત પર પ્રહાર કરતા આવો સનસનાટીભર્યો દાવો કર્યો છે.

આ પણ વાંચો: શરદ પવારે દાવોસ સમિટ મામલે ફડણવીસ અને સામંતને ઝાટક્યા અને ઉદ્ધવ ઠાકરે વિશે કહ્યું કે…

રવિ રાણાએ કહ્યું હતું કે સંજય રાઉતને કોઈ જાણકારી નથી. તેઓ પહેલા પણ અંધારામાં હતા અને અત્યારે પણ અંધારામાં છે. ઉદ્ધવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસ સાથે મોટા પાયે ગુપ્ત રણનીતિમાં સંકળાયેલા છે. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્ય પ્રધાન છે. આગામી દિવસોમાં ઉદ્ધવ ઠાકરે તેમનું નેતૃત્વ સ્વીકારશે. ઉદ્ધવ ઠાકરે આગામી દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ પણ સ્વીકારશે. તેમણે એવો દાવો કર્યો હતો કે, ઉદ્ધવ ઠાકરે તે જ દિશામાં આગળ વધી રહ્યા છે. રવિ રાણાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે જોવા મળશે ત્યારે સંજય રાઉતને મોટો ઝટકો લાગશે.

એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે તેનું પાલન કરવું પડ્યું. એકનાથ શિંદે પાસે કોઈ વિકલ્પ નહોતો. સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે તેમને પોતાનો જીવ બચાવવા અને તેમની સામેના કેસ બંધ કરવા માટે સરકાર પાસે જવું પડ્યું હતું. આ અંગે પૂછવામાં આવતા રવિ રાણાએ કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ એક લોકપ્રિય મુખ્ય પ્રધાન હતા.

તેમણે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન અને દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. જો દેવેન્દ્ર ફડણવીસ જેવા સારા નેતા બે ડગલાં પાછળ હટી શકે છે અને મુખ્ય પ્રધાનપદ છોડીને નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકારી શકે છે, તો જ્યારે ભાજપ પાસે હવે સ્પષ્ટ બહુમતી છે. તેમણે કહ્યું કે હવે સત્તા ભાજપની છે.

Back to top button