Weather update: થાણે, રાયગઢ સહિત રત્નાગિરીમાં આજે વરસાદની હાજરી: હવામાન ખાતે એ જાહેર કર્યું યલો એલર્ટ
મુંબઇ: આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ વરસાદની હાજરી જોવા મળશે. હામાન ખાતા દ્વારા આજે થાણે, રાયગઢ સહિત રત્નાગિરી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચોમાસુ હવે જવાના આરે છે ત્યારે આખા દેશમાં વિવિધ જગ્યાએ વરસાદની રીએન્ટ્રી જોવા મળી છે. આજે મહારાષ્ટ્રમાં કેટલાંક સ્થળોએ મૂશળધાર વરસાદની શક્યતાઓ છે. દેશના કેટલાંક વિસ્તારોમાં વરસાદે પાછીપાની કરી છે. તોઘણી જગ્યાએ આજે પણ વરસાદની શક્યતા છે. કેટલાંક વિસ્તારોમાં ધીમો અને ઝરમર વરસાદ તો કેટલાંક વિસ્તારોમાં મૂશળધાર વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.
હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં મૂશળધાર વરસાદની શક્યતાઓ છે. મહારાષ્ટ્ર હવામાન ખાતા દ્વારા કેટલાંક જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઇ, મુંબઇ ઉપનગરોમાં ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા છે.
ગુરુવારે પણ મુંબઇ, થાણે, રાયગઢ સહિત કોકણના કિનારાના વિસ્તારોમાં વરસાદે હાજરી પુરાવી હતી. ત્યારે આજે થાણે જિલ્લામાં આઇએમડીએ યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે સાથે રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવે મોનસૂન પશ્ચિમ દિશામાં જઇ રહ્યું હોવાથી રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં આગામી કેટલાંક દિવસ વરસાદની હાજરી જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ રાજસ્થાનમાંથી વરસાદે પાછા ફરવાનો પ્રવાસ શરુ કરી દીધો છે.
દેશના ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ વિભાગોમાં ઠેર ઠેર વરસાદ માટે અનુકુળ પરિસ્થિતી નિર્માણ થઇ રહી છે. તો ઘણી જગ્યાએ હવામાન સૂકુ થઇ રહ્યું છે. ઓક્યોબરના બીજા અઠવાડિયા સુધી ચોમાસુ પૂ્ર્ણ રીતે પાછું ફરે તેવો અંદાજ છે.
દરમીયાન બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર તૈયાર થઇ રહ્યું છે. હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર તૈયાર થયું હોવાથી આ અઠવાડિયાના અંતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ થઇ શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી બે દિવસ અનેક વિસ્તારોમાં મૂશળધાર વરસાદની શક્યતાઓ છે.