ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ: પ્રિન્સિપાલ સહિત ત્રણ સામે ગુનો
રત્નાગિરિ: કોળંબે ખાતે મુળયે હાઇ સ્કૂલ એન્ડ જુનિયર કોલેજની ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવાના આરોપસર સંસ્થાના અધ્યક્ષ, તેના પુત્ર અને પ્રિન્સિપાલ સામે પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
સંસ્થાની લાઇબ્રેરિયને આ પ્રકરણે રત્નાગિરિ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે અધ્યક્ષ નયન મુળયે, તેના પુત્ર પ્રથમેશ મુળયે અને પ્રિન્સિપાલ સંજય મુળયે સામે ગુનો દાખલ કરાયો હતો. કેસ બાદમાં સંગમેશ્ર્વર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો.
કમળજાબાઇ પાંડુરંગ મુળયે હાઇ સ્કૂલ એન્ડ જુનિયર કોલેજની ત્રણેય વિદ્યાર્થિની ગણેશોત્સવ દરમિયાન પોતાના વતન ગઇ નહોતી. આમાંની 17 વર્ષની વિદ્યાર્થિની એ સમયે ફરિયાદીને ત્યાં રહેવા માટે ગઇ હતી. ફરિયાદી બાદમાં પોતાના વતન ગઇ ત્યારે વિદ્યાર્થિની સંસ્થાના અધ્યક્ષ નયન મુળયેના નિવાસે રોકાઇ હતી. એ સમયે તેનો કથિત વિનયભંગ કરાયો હતો, જ્યારે નયન મુળયેના પુત્રએ તેને ધમકાવી હતી.
વિદ્યાર્થિનીએ આ અંગે પ્રિન્સિપાલ સમક્ષ ફરિયાદ કરી હતી, પણે તેણે દુર્લક્ષ કર્યું હતું. આથી ગણેશોત્સવની રજા પત્યા બાદ તેણે ફરિયાદીને તમામ હકીકત જણાવી હતી. જોકે બાકીની બે વિદ્યાર્થિનીનો વિનયભંગ ક્યાં કરાયો તેની સંગમેશ્ર્વર પોલીસ તપાસ કરી રહી છે.ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ: પ્રિન્સિપાલ સહિત ત્રણ સામે ગુનો
રત્નાગિરિ: કોળંબે ખાતે મુળયે હાઇ સ્કૂલ એન્ડ જુનિયર કોલેજની ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવાના આરોપસર સંસ્થાના અધ્યક્ષ, તેના પુત્ર અને પ્રિન્સિપાલ સામે પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
સંસ્થાની લાઇબ્રેરિયને આ પ્રકરણે રત્નાગિરિ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે અધ્યક્ષ નયન મુળયે, તેના પુત્ર પ્રથમેશ મુળયે અને પ્રિન્સિપાલ સંજય મુળયે સામે ગુનો દાખલ કરાયો હતો. કેસ બાદમાં સંગમેશ્ર્વર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો.
કમળજાબાઇ પાંડુરંગ મુળયે હાઇ સ્કૂલ એન્ડ જુનિયર કોલેજની ત્રણેય વિદ્યાર્થિની ગણેશોત્સવ દરમિયાન પોતાના વતન ગઇ નહોતી. આમાંની 17 વર્ષની વિદ્યાર્થિની એ સમયે ફરિયાદીને ત્યાં રહેવા માટે ગઇ હતી. ફરિયાદી બાદમાં પોતાના વતન ગઇ ત્યારે વિદ્યાર્થિની સંસ્થાના અધ્યક્ષ નયન મુળયેના નિવાસે રોકાઇ હતી. એ સમયે તેનો કથિત વિનયભંગ કરાયો હતો, જ્યારે નયન મુળયેના પુત્રએ તેને ધમકાવી હતી.
વિદ્યાર્થિનીએ આ અંગે પ્રિન્સિપાલ સમક્ષ ફરિયાદ કરી હતી, પણે તેણે દુર્લક્ષ કર્યું હતું. આથી ગણેશોત્સવની રજા પત્યા બાદ તેણે ફરિયાદીને તમામ હકીકત જણાવી હતી. જોકે બાકીની બે વિદ્યાર્થિનીનો વિનયભંગ ક્યાં કરાયો તેની સંગમેશ્ર્વર પોલીસ તપાસ કરી રહી છે.