પુણેમાં સગીર પુત્રી પર બળાત્કાર: પિતાની ધરપકડ

પુણે: પુણેમાં સગીર પુત્રી પર બળાત્કાર ગુજારવાના આરોપસર 35 વર્ષના પિતાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સગીરા જે શાળામાં ભણતી હતી ત્યાંના સત્તાવાળાઓને જાણ થઇ હતી કે સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. શાળાના પ્રિન્સિપાલે ત્યાર બાદ પોલીસનો સંપર્ક સાધી સગીરાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પિતાની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.
વારજે પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે આરોપી તેની પુત્રીને અશ્ર્લીલ વીડિયો બતાવતો અને તેના પર કથિત બળાત્કાર ગુજારતો હતો.
આ પણ વાંચો : Breaking News : મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત
ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) સંભાજી કદમે જણાવ્યું હતું કે આરોપીને બુધવારે અદાલતમાં હાજર કરાતાં તેને ચાર દિવસની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. (પીટીઆઇ)