અહિલ્યાનગરમાં ‘આઈ લવ મોહમ્મદ’ મુદ્દે તણાવઃ હિંસક પ્રદર્શન બાદ પોલીસનો લાઠીચાર્જ…

મુંબઈઃ ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યમાં આઈ લવ મોહમ્મદ મુદ્દે સભાસરઘસ અને રેલી કાઢવામાં આવી રહી છે, ત્યારે આજે મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં રંગોળીને લઈ હંગામો થયો હતો. અહિલ્યાનગરના મિલીવાડા વિસ્તારમાં રવિવારે રાતના કોઈ અજાણ્યા લોકોએ રંગોળી બનાવીને ‘આઈ લવ મોહમ્મદ’ લખ્યું હતું, ત્યાર પછી એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
રંગોળીના વીડિયો વાયરલ થયા પછી મુસ્લિમ સમુદાયના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી, જ્યારે અમુક લોકોની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આજે સવારના લગભગ સાત વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો, જ્યારે રંગોળીમાં આઈ લવ મોહમ્મદ લખવામાં આવ્યું હતું, ત્યાર પછી મુસ્લિમ સમુદાયના લોકો પોલીસ સ્ટેશન ધસી ગયા હતા, અને ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરતા રંગોળી બનાવનારી વ્યક્તિ સામે એફઆઈઆર પણ નોંધીને ધરપકડ કરી હતી. જોકે, પ્રદર્શનકારીઓએ તેનાથી સંતુષ્ટ નહીં થતા એ વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ કર્યું હતું.
લગભગ કલાક સુધી પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારપછી પ્રદર્શનકારીઓએ પથ્થરમારો શરુ કર્યો હતો, જેના જવાબમાં પોલીસે પથ્થરમારો કર્યો હતો, ત્યારપછી ભીડ વિખરાઈ ગઈ હતી તેમ જ વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી. આ બાબતમાં પોલીસે એફઆઈઆર નોંધીને 30 લોકોની અટક કરી છે, જ્યારે પોલીસે કહ્યું હતું કે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં આઈ લવ મોહમ્મદ કાર્યક્રમમાં સીએમ યોગીને દફનાવવાની ધમકી