નાગપુરમાં સંઘ મુખ્યાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી…

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા રાજેશ લોયાએ શુક્રવારે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે નાગપુરમાં સંઘ મુખ્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
સંઘના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આરએસએસના વડા મોહન ભાગવત શહેરમાં નથી. લોયા સંગઠનના નાગપુર મહાનગર સંઘચાલક છે.
કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં, લોયાએ ભારતની સ્વતંત્રતા માટે લડનારાઓના યોગદાનને યાદ કર્યું હતું. ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે સ્વતંત્રતા પછી, જ્યારે પણ કોઈએ દેશ પર ખરાબ નજર નાખી ત્યારે તેઓએ યોગ્ય જવાબ આપ્યો છે.
લોયાએ કહ્યું કે દુનિયા આશ્ચર્યચકિત છે કે ભારતે પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને પોતાના દુશ્મનોને હરાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ શક્ય બન્યું કારણ કે તાજેતરના વર્ષોમાં આપણું સ્વાભિમાન જાગૃત થયું છે. ‘આપણે આત્મનિર્ભર બની રહ્યા છીએ અને આપણા ‘સ્વ’ને જાગૃત કરી રહ્યા છીએ,’ એમ તેમણે કહ્યું હતું.
સંઘના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, અહીંના રેશીમબાગ વિસ્તારમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આરએસએસે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં વિંગ કમાન્ડર ડો. તુષાર ઝાંઝજાડે (નિવૃત્ત) મુખ્ય અતિથિ તરીકે હાજર હતા.
આ પણ વાંચો…સ્વતંત્રતા ‘જીવંત’ રાખવા બલિદાન આપવાની જરૂર: મોહન ભાગવત…